• લાઠીમાં શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ- શિવમ જવેલ્સ દ્વારા મોરારીબાપુની શિવમ-રામકથાનું આયોજન
  •  ગ્રીન મેન વિજયભાઈ ડોબરિયાનું સન્માન કરાયું.

લાઠીમાં ચાલી રહેલી રામકથા માનસ- શંકરના દરરોજના ઉપક્મ પ્રમાણે ગ્રીનમેન વિજયભાઇ ડોબરિયાનું સન્માન થયું હતું. મોરારી બાપુની 909મી રામકથાનું અદભૂત આયોજન શિવમ જવેલર્સ દ્વારા ગુજરાતનાં કવિ કલાપિની નગરી લાઠીમાં થયું છે. લાઠીમાં રાજવી કવિ કલાપી અને રાણીસાહેબા રમાબાના કુંવરી ‘રમણીકકુંવરબા’નાં લગ્ન બાદ મોટો 9-દિવસનો ભવ્ય અને દિવ્ય ઉત્સવછે, આ અવસરે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા(હરિકૃષ્ણ એક્ષ્પોર્ટ), પદ્મશ્રી મથુરભાઈ સવાણી(ચેરમેન -કિરણ હોસ્પિટલ), સામાજિક ક્રાંતિના પ્રણેતા કાનજીભાઈ ભાલાળા, ગોવિંદભાઈ ધોળકિયા(રામકૃષ્ણ એક્સપોર્ટ) પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું .  આ ભવ્ય રામકથામાં સદભાવના વૃદ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરિયાને પરમ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે સમાજના સેવા કાર્યો બદલ સન્માનિત કરવામાં આવ્યા. વિજયભાઈ ડોબરિયા ‘ધ ગ્રીન મેન’ તરીકે જાણીતા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બંનેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. જે માટે રાજય સરકારે ‘ધ ગ્રીન મેન’ વિજયભાઈ ડોબરીયાનું ‘વન પંડીત’ એવૉર્ડ’થી સન્માન પણ કર્યુ હતું. સદભાવના વૃધ્ધાશ્રમમાં હાલ 500 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો તો પથારીવશ (ડાઇપર વાળા) છે. વિજયભાઇ ડોબરિયાએ 19 લાખ વૃક્ષો અને 100 મિયાવાકી જંગલ વાવીને ગુજરાતને ગ્રીન બનાવ્યું છે. 500 ગૌવંશ બળદને આશરો આપવા, બળદ આશ્રમનું પણ નિર્માણ કર્યું છે.  

”શિવમ રામકથા” નિમિત્તે સામાજિક અને વિવિધ સેવાકીય કાર્યોનાં આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં સમૂહલગ્ન, હરિયાળું લાઠી – વૃક્ષો અને ફળોના રોપાનું વિતરણ, મહિલા સ્વનિર્ભર ટ્રેનિંગ ક્લાસ, કૃષિ અને ગૌ-સંવર્ધન જાગૃતિ અભિયાન, ગંગાસ્વરૂપ બહેનોને રાશનની કિટ અર્પણ, ખેડૂતોને બાગાયતી ફળોના રોપાનું વિતરણ, નેત્રનિદાન અને ચશ્મા વિતરણ, રક્તદાન કેમ્પ- સર્વરોગ મેડિકલ ચેકઅપ, વ્યસન અને નશામુક્તિ અભિયાન, પર્યાવરણ જાગૃતિ અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાન, લાઠીની સેવાકિય  સંસ્થાઓ અને હોદેદારોનું સન્માન, વિદ્યાર્થીઓ માટે સ્પોકન ઈંગ્લીશ ક્લાસીસ તેમજ કરિયર ગાઈડન્સ સેન્ટર જેવા સુંદર કાર્યોના આયોજન કરવામાં આવ્યા છે. 

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *