સમગ્ર રાષ્ટ્રમાં દર વર્ષે મકરસંક્રાંતિનાં પવિત્ર દિવસે કાતીલ ચાઈનીઝ દોરાથી અનેક લોકોનાં ગળા કપાઈ જાય છે જેના લીધે રાષ્ટ્રમાં મૃત્યુ નિપજવાનાં ઘણા બનાવો બને છે તેમજ હજારો પક્ષીઓની પાંખ પણ કપાઈ જાય છે, મૃત્યુ પામે છે. પાંખ કપાઈ જવાથી કુદરતનાં ખોળે મુકત રીતે વિહરતા નિર્દોષ પક્ષીઓ આજીવન ઉડી શકતા નથી. ઘણા વર્ષોથી ચાઈનીઝ દોરાનાં વેંચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે તેમજ ચાઈનીઝ તુકકલ, સ્કાય લાલટેન પર પણ પ્રતિબંધ મુકાય છે છતાં ઘણીવાર ખુલ્લેઆમ વેંચાણ અને સંગ્રહ થતો હોય છે. ચાઈનીઝ તુકકલથી પણ આગનાં ઘણા બનાવો બન્યા છે જેના લીધે લોકોનાં જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે.

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલતા ‘લુક એન્ડ લર્ન’ બાળકો માટેનાં વર્ગોની મુલાકાત લેવામાં આવી હતી. મકરસંક્રાંતિનાં પર્વ પર બાળકોને પતંગનાં દોરાથી દુર રહી, પોતાનું વિશેષ ધ્યાન રાખવા, પતંગ પકડવા માટે રસ્તા પર ન દોડવું. આથી દુર્ઘટનાની સંભાવના વધી જાય છે, ચાયનીઝ દોરા, તુક્કલનો ઉપયોગ ન જ કરવો, પતંગ ઉડાડતી વખતે પક્ષીઓનું ધ્યાન રાખવું, સવારે 10 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યા પછી પતંગ ન ઉડાડવી, કોઈ પક્ષી ઘવાયેલ અવસ્થામાં જોવા મળે તો ઘાયલ પક્ષીઓની સારવાર કરતી સંસ્થાઓનો સંપર્ક કરવો, ટુ વ્હીલર પર લોખંડનું ગાર્ડ લગાવી દેવું તેમજ હેલમેટ પહેરીને જ વાહન ચલાવવું જેવી વિવિધ કાળજી લેવા અંગે સમજાવવામાં આવ્યું હતું તેમજ પક્ષી રક્ષા અને જીવદયા અંગે વિવિધ સાહિત્ય પણ બાળકોને ભેટમાં અપાયું હતું.  

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *