
લોનાવાલાની નિસર્ગ ભૂમિ પર પૂ. જે. પી. ગુરુદેવની પ્રેરણાથી પૂ.
ગુરુદેવનાં ચાતુર્માસ સ્થળે જીવદયાપ્રેમી આયેશા જુલ્કાનાં અનુરોધ પર રસ્તે રઝળતાં પશુ – પક્ષીઓનાં ભોજન માટે એક સુંદર અલાયદી વ્યવસ્થા નિર્મિત કરી સ્ટ્રે એનિમલ ફીડર પોઇન્ટનું ઉદઘાટન કરવામાં આવેલ છે.

પર્વાધિરાજ પર્યુષણ પર્વનાં પાવન અવસરે રાખવામાં આવેલ આ ઉદઘાટન સમારોહમાં આયેશા જુલ્કા, લોનાવાલા નગર પરિષદ પ્રમુખ શ્રીમતી સુરેખા જાધવ, પૂર્વ ઉપનગર અધ્યક્ષ શ્રીધર પૂજારી, લક્ષ્મીચંદજી બોરાના, ટાઇમ ઓડિયો – વિડિયોનાં માલિક શ્રી પ્રવીણ નાનજી શાહ આદિ સર્વ ઉપસ્થિત રહેલ.
જીવદયા પ્રેમી આયેશા જુલ્કાનાં સંનિષ્ઠ પ્રયત્નથી તથા લોનાવાલા નગર પરિષદનાં સુંદર સહયોગથી પૂરા લોનાવાલા ખંડાલામાં મળીને ખાવા 65 ફીડર પોઇન્ટ તૈયાર કરી જીવદયાનું એક ખૂબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે

રસ્તે રજળીરહેલ તમામ પશુઓને પણ એમના ભોજનની એક અલગ અને સ્વચ્છ અને સુઘડ વ્યવસ્થા મળી રહે તેની જે એક સુંદર તૈયારી કરવામાં આવેલ છે. જે હવે ધીરે ધીરે મુંબઇ મહાનગરથી લઈ સમસ્ત ભારતમાં સ્થાપિત કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે.