વિશ્વ શાંતિ પરિષદમાં વર્ડ પીસ સેન્ટર દ્વારા 1000 શાંતિ એમ્બેસેડર તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી.
 શ્રી શ્રી રવિશંકરજી, જૈન આચાર્ય ડૉ. લોકેશજી, અભિનેતા વિવેક ઓબેરોયજી , ઈન્ડિયા ટીવીના અધ્યક્ષ રજત શર્માજી સહિતની વૈશ્વિક હસ્તીઓએ સમારોહને સંબોધિત કર્યો.
 વિશ્વમાં હિંસા અટકાવવા શાળાના અભ્યાસક્રમમાં શાંતિ શિક્ષણનો સમાવેશ કરવો જોઈએ – આચાર્ય લોકેશજી
 ભારતનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવામાં યોગદાન આપશે- શ્રી શ્રી રવિશંકરજી

અહિંસા વિશ્વ ભારતી ફાઉન્ડેશન યુએસએ, ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા અને જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયાના સંયુક્ત નેજા હેઠળ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને અમેરિકામાં થતી હિંસાને ધ્યાનમાં રાખીને અમેરિકાનાં લોસ એન્જલસ શહેરમાં વિશ્વ શાંતિ સંવાદ યોજાયો હતો. આ સંવાદ દ્વારા, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અને અમેરિકામાં હિંસા અટકાવવા, યુદ્ધ અને હિંસાનાં કારણો અને નિવારણ અને તેના દ્વારા માનવતાને થતા નુકસાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્લ્ડ પીસ સેન્ટરના ઉપક્રમે આ સંવાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશ્વ શાંતિ સંવાદમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજી, અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય ડૉ. લોકેશજી, ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયજી , મેયર એરિક ગારકેટીજી , ઈન્ડિયા ટીવીના અધ્યક્ષ રજત શર્માજી, કોંગ્રેસમેન, સેનેટર અને શિક્ષણવિદ, તબીબી વૈજ્ઞાનિક, સામાજિક કાર્યકર, ઉદ્યોગપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સંવાદ કાર્યક્રમનું સંચાલન જાણીતા ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયજી દ્વારા કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનનાં સ્થાપક શ્રી શ્રી રવિ શંકરજી એ જણાવ્યું હતું કે , જો દરેક વ્યક્તિ શાંતિ માટે ઊભા રહેવાનો અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો ઇરાદો ધરાવે , તો આપણે વિશ્વ શાંતિને વાસ્તવિકતામાં ફેરવી શકીએ છીએ. તેમણે કહ્યું કે વ્યક્તિગત શાંતિ વગર વૈશ્વિક શાંતિ શક્ય નથી. સાથે જ તેમણે કહ્યું કે અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી રહી છે, જે વિશ્વ શાંતિ માટે સમર્પિત હશે અને સમયાંતરે વિશ્વને માર્ગદર્શન પણ આપશે. અમેરિકામાં બંદૂકથી થતી હિંસાની વધતી જતી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં આચાર્ય ડૉ. લોકેશજીએ જણાવ્યું હતું કે હિંસા અને આતંકને જડમૂળથી ઉખાડી નાખવા માટે શાળાના અભ્યાસક્રમમાં શાંતિ શિક્ષણનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. સંવાદ ‘શાંતિ અને સંઘર્ષ’ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે યુદ્ધ, હિંસા અને આતંક એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, હિંસા પ્રતિ-હિંસાને જન્મ આપે છે. યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ પણ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે, વર્લ્ડ પીસ સેન્ટર આવા સંઘર્ષને ખતમ કરવા માટે 1000 પીસ એમ્બેસેડર તૈયાર કરશે. અમેરિકામાં શીખ ધર્મના રાજદૂત સતપાલ સિંહજીએ કહ્યું કે માનવ જાતિ એક છે. માનવતાના રક્ષણ માટે તમામ ધર્મોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. જાણીતા ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયે કાર્યક્રમનું સંચાલન કરતી વખતે જણાવ્યું હતું કે અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા દિલ્હી એનસીઆરમાં ભારતનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ કેન્દ્ર અહિંસાની તાલીમ અને સંશોધન પર કામ કરીને વિશ્વમાં શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રસંગે કેલિફોર્નિયાના જૈન સેન્ટરના પ્રમુખ યોગેશ શાહજી , ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના પૂર્વ પ્રમુખ મહેશ વાઢેરજી , ડૉ.નીતિન શાહજીએ વિશ્વ શાંતિ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો તેમજ સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા તમામ લોકોનો પણ આભાર માન્યો હતો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *