લોહાણા વિદ્યાર્થી ભવન વડાલા (જે.ડી. ભવન) “નારણજી ઇબજી ભુલચંદ મેઘજી અર્જુન ખીમજી અને નંદલાલ છગનલાલ સોલિસિટર લોહાણા વિદ્યાર્થી ભવન” ટ્રસ્ટ નુ નામ છે. સન ૧૯૧૨ તેના અસ્તિત્વના ૧૧૦ વર્ષ પૂર્ણ થયા છે. વિદ્યાર્થી ભવનનું નિર્માણ વર્ષ ૧૯૫૭ માં કરવામાં આવ્યું હતું અને તેને કાર્યરત કરવામાં આવ્યું હતું. છેલ્લા ૬૦ વર્ષોમાં વિદ્યાર્થી ભવન ઈમારતને મુંબઈના જીવન ધોરણ સાથે મળતી કરવા ઘણી વખત નવીનીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં તેમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના ૩ માળ પર ૬૦ રૂમ છે. દરેક રૂમ માં ૩ વિદ્યાર્થીઓને રાખી શકાય તેટલો મોટો છે. તમામ રૂમમાં ઇન્ટરનેટ સુવિધા છે. અન્ય સુવિધાઓમાં, વિદ્યાર્થી ભવનમાં અત્યાધુનિક વિશાળ લોન્ડ્રી મશીનો સાથેનો લોન્ડ્રી રૂમ છે. વિદ્યાર્થી ભવનનો વહીવટ ૧૦ મહાનુભાવોની ટ્રસ્ટીઓની ટીમ દ્વારા પારદર્શક રીતે કરવામાં આવે છે, જેમાંથી ૨ દાતા ટ્રસ્ટી છે અને બાકીના ૮ ટ્રસ્ટીઓમાંથી ૬ ભૂતકાળના વિદ્યાર્થીઓ છે અને કરોબારીના પદાધિકારીઓની સમિતિ છે. ૨૦ લોકો, (૧૦ ટ્રસ્ટીઓ સહિત) ભવનના તમામ પદાધિકારીઓ ડૉ. આર. જી. જીમૂલીયાં (પ્રમુખ), જયંતીલાલ સેજપાલ (ઉપપ્રમુખ), હીરાલાલ ઠક્કર (મેનેજિંગ ટ્રસ્ટી), ભરતભાઇ ઠક્કર (જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી) ધર્મેન્દ્રભાઈ રૂઘાણી (સેક્રેટરી), યોગેશભાઈ ઠક્કર (સેક્રેટરી) અને માનદ મંત્રીઓ સંસ્થાના ભૂતકાળના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થી ભવનમાં હાલમાં માત્ર ૧૨ મું ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓને જ કોઈપણ ડિગ્રી કોર્સ એટલે કે બી.એ, બી.કોમ, બી.એસ.સી વગેરે માટે પ્રવેશ આપવામાં આવે છે. વધુમાં, C.A, એન્જિનિયરિંગ, MBA, મેડિકલ કોર્સ વગેરે જેવા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભવનના ટ્રસ્ટી અને સંચાલક એવા હસમુખભાઈ જોબનપુત્રા મુંબઈના વરિષ્ઠ C.A. છે, જે લોહાણા વિદ્યાર્થી ભવન,વડાલામાં ખૂબ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે, તેમના હેઠળ હજારો C.A. ના વિદ્યાર્થીઓ તાલીમ લઈ ચૂક્યા છે. તેઓને C.A.ની ફેક્ટરી કેહવામાં અતિશયોક્તિ નથી. આ ઉપરાંત તેઓ અનેક જીવદયાના કાર્યોમાં પણ સક્રિય ભાગ ભજવે છે. વિશેષ માહિતી મેળવવા માટે હસમુખભાઈ જોબનપુત્રા (મો. 9820055299) નો સંપર્ક કરવા જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *