
- વસંત પંચમી નિમીતે સમગ્ર ગુજરાતમાં તેમજ દેશભરમાં કતલખાના બંધ રાખવા, નોનવેજના વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રીશ્રી , પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરાઈ
એનીમલ હેલ્પલાઈન દ્વારા તા. 25/01/2023 , બુધવારનાં દિવસે કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી છે. ભારતની સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસે ધાર્મિક પૂજનો કરવામાં આવે છે. તેથી આ દિવસનું અત્યંત ધાર્મિક મહત્વ રહેલું છે. આ બાબતને વિશેષ ધ્યાનમાં રાખીને વસંત પંચમીને પશુ પક્ષી કલ્યાણ દિવસ તરીકે ઉજવવાનું એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, તેથી તા.25/01/2023 બુધવારનાં રોજ સમસ્ત ભારતદેશનાં પરીવારોની આસ્થાને ધ્યાનમાં લઈને સમાજની લાગણી ના દુભાય તે માટે ગુજરાતનાં જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઇનનાં પ્રતિક સંઘાણી , રમેશભાઈ ઠક્કર , ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઇ મહેતા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને રજુઆત કરાઈ છે. તેમજ ગુજરાત સિવાયના બાકીનાં રાજયોમાં તથા કેન્દ્રશાસીત પ્રદેશોમાં પણ સતાધીશોને પત્ર લખી તેમજ ઈ–મેઈલ દ્વારા પણ કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા એનીમલ હેલ્પલાઈન દ્વારા વિનંતી કરવામાં આવી છે.