વૈશ્વિક સ્તરે જળ,જંગલ જમીન,જનાવર,અને ગુજરાતની 242 પાંજરાપોળને સ્વાવલંબી બનાવવા માટે કાર્યરત એવી સેવા સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર ગીરીશભાઈ શાહ વિરમગામ શહેરની 175 વર્ષ જૂની ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાના વીરપુર વીડ ખાતે આવ્યા હતા. અબોલ પશુઓ માટે હરહંમેશ કાર્યરત એવા ગિરીશભાઈ શાહનાં વરદ હસ્તે અબોલ પશુઓને શાતા મળે તે હેતુથી વીરપુરની જગ્યામાં અંદાજિત 400 દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે વિરમગામ શહેરના જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા તેમજ મહાવીર જીવદયા મંડળના સભ્યો દ્વારા ગીરીશભાઈ શાહનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેવું મિતલ ખેતાણી(મો.૯૮૨૪૨૨૧૯૯૯)ની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *