શાસત સ્થાપના દિવસની ઉજવણીના નવતર પ્રયોગને જવલંત સફળતા

વિલેપાર્લા (પૂર્વ) જૈન સંઘના આંગણે મુમુક્ષુ દૌનિલકુમારનો પ્રવજયા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પૂ. આ.ભ.શ્રી રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજની પાવનકારી નિશ્રામાં એક એકથી ચડીયાતા પ્રસંગો ઉજવાયા હતાં.

વૈશાખ સુદ-૧૧ તા. ૧, મેના રોજ શાસન સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પૂ.આ.શ્રી મુકિતવલ્લભસુરિ તથા પૂ.આ.શ્રી જિનસુંદરસૂરિ મ.સા.ના અત્યંત પ્રેરક અને ભાવવર્ધક પ્રવચનો થયા સંગીતકાર પીયુષભાઈના શાસનગીતોએ સૌ કોઈને શાસન ભકિતની ભાવ ધારામાં જકડી રાખ્યા હતાં.

આ કાર્યક્રમ દરમ્યાન શાસન સ્થાપનાને અનુલક્ષીને પાંચ વિશિષ્ટ પ્રક્રિયાઓ કરવામાં આવી તે પાંચેય પ્રક્રિયા કરવા માટે ચડાવો બોલીને આદેશ આપવામાં આવ્યા હતા ભાવિકોએ ખૂબ ઉત્સાહથી અને ઉલ્લાસથી લાભ લીધો હતો. માતુશ્રી રસીલાબેન પ્રવિણચંદ ખીમચંદ શાહ પરીવારે શાસનદીપ પ્રગટાવ્યો હતો, ડો. ચૌથમલ વાલચંદ જૈન પરીવારે શાસાનના અધિષ્ઠાયક શ્રી માતંગ યક્ષને તિલક કરીને ફુલની માળા પહેરાવી, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગ્રુપ નિધાન હાઉસ હસ્તે બિનાબેન શાસનદેવી શ્રી સિધ્ધાયિકાદેવીને તીલક કરીને ફુલની માળા પહેરાવી હતી. ભગવાન મહાવીરે શાસનની સ્થાપના કરી ત્યારે આ બંન્નેની અધિષ્ઠાયક દેવ-દેવી તરીકે સ્થાપીત કર્યા હતા બંને દેવ–દેવીની મનોહર તસ્વીર રાખવામાં આવી હતી. મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી ત્યારે ચર્તુવિધ સંઘની સ્થાપના કરી હતી. શ્રી સંઘના વધામણાં કરવાનો લાભ શ્રીમતી કસ્તુરબેન દેવરાજ શાહ પરીવારે લીધો હતો. આ પરીવારે અક્ષત દ્રારા શ્રી સંઘનો ભાવપૂર્વક વધામણાં કર્યા હતા. શાસન ધ્વજ લહેરાવવાનો લાભ દીક્ષાર્થી પરીવાર લીધો હતો ત્યારે મુમુક્ષુ દૌનિલભાઈ અને તેમની સાથે પ્રવિણભાઈ જૈન તથા મુમુક્ષના મામા જગતભાઈએ શાસનધવજ ફરકાવ્યો હતો સૌ કોઈ હાથમાં નાના-નાના શાસન ધ્વજ લઈ નાચ્યા હતા. સહુના મુખમાં ઉદગારો હતા શાસન સ્થાપના દિવસની આવી ઉજવણી સૌપ્રથમ વખત નિહાળી સૌ મંત્રમુગ્ધ બની ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *