
સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ.
લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે સ્વ. મનસુખલાલ પરસોતમદાસ લાલની પુણ્યસ્મૃતિમાં હસ્તે રંજનબેન મનસુખલાલ લાલ, સ્વ. ગુણવંતભાઈ પાલા—સ્વ. લલીતાબેન પાલા તથા પાલા પરીવાર, બાપા સીતારામ (લંડન) દ્વારા રવીવાર, તા. ૧૩ માર્ચ, સાંજે ૫-૦૦ થી ૯-૦૦ કલાકે (સમયસર), મોઢવણિક બોર્ડિંગ, ૫–રજપુતપરા, રાજકોટ ખાતે આનંદોત્સવ તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું છે. તમામ બાળકોને સંગીતમય શૈલીમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવશે અને વિવિધ આકર્ષક ગીફ્ટો પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમના બધા થેલેસેમીયા પીડીત બાળકોને આમંત્રણનાં સરક્યુલર મોકલાય ગયા છે છતા કોઈને કોઇ કારણસર ન મળ્યા હોય તો પણ આ કાર્યક્રમમાં સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સહ સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું છે. સમગ્ર આયોજન અંગે અનુપમ દોશી, મિતલ ખેતાણી, મિતુલભાઈ લાલ, સુરેશભાઈ બાટવીયા, લતાબેન પોપટ, કિરીટભાઈ પાંધી, હિરેનભાઈ લાલ, જીતુલભાઈ કોટેચા, ભનાભાઈ ગોળવાળા, જેરામભાઈ પટેલ, ડો. રવી ધાનાણી, હિતેષભાઈ બાલાજી, પ્રાગજીભાઈ કાકડીયા, દિગુભા બારડ, વિનેશભાઈ હિંડોચા, હિતેષભાઈ ગણાત્રા, પરસોતમભાઈ વેકરીયા, કિશોરસિંહ બારડ, મનોજભાઈ ચૌહાણ, લલીતભાઈ પુજારા, હસુભાઈ શાહ, પંકજભાઈ રૂપારેલીયા, મનીષભાઈ પરીખ, હિમાંશુભાઈ માંકડ, ભાસ્કરભાઈ પારેખ, નૈષધભાઈ વોરા, મિતભાઈ ખખ્ખર વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
વિશેષ માહિતી માટે વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી (મો.૯૪૨૮૨ ૩૩૭૯૬),સુરેશભાઇ બાટવીયા (મો.૯૪૨૮૨૫૬૨૬૨) મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.