સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ

લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે બાપા સીતારામ તથા એક રામ ભકત દ્નારા રવિવાર તા. ૨૬ જુન, સાંજે ૪-૦૦ થી ૯–૦૦ કલાકે (સમયસર), મોઢ વણિક બોર્ડિંગ, ૫–રજપુતપરા, રાજકોટ ખાતે આનંદોત્સવ તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું છે. તમામ બાળકોને સંગીતમય શૈલીમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવશે અને વિવિધ આકર્ષક ગીફટો પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સહ સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું છે. સમગ્ર આયોજન અંગે અનુપમ દોશી, મિતલ ખેતાણી, જીતુલભાઈ કોટેચા, સુરેશભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી, , હિતેષભાઈ બાલાજી , હસુભાઈ રાચ્છ, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, પરસોતમભાઈ વેકરીયા, મનોજભાઈ ચૌહાણ, મિતુલભાઈ લાલ, હિરેનભાઈ લાલ, કિરીટભાઈ પાંધી, હિતેષભાઈ ગણાત્રા, હિમાંશુભાઈ માંકડ, લલીતભાઈ પુજારા, પ્રાગજીભાઈ કાકડીયા, મનીષભાઈ પરીખ, જયરામભાઈ પટેલ, મિતભાઈ ખખ્ખર, વિનેશભાઈ હિંડોચા, ડો. રવી ધાનાણી, અનીલભાઈ કવા,પરીમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, નૈષધભાઈ વોરા, ભાસ્કરભાઈ વોરા, મહેશભાઈ જીવરાજાણી, લતાબેન પોપટ, રંજનબેન લાલ, જયોતીબેન બાટવીયા, નેહાબેન ખખ્ખર, ફાલ્ગુનીબેન હિંડોચા, કૃપાલીબેન ખખ્ખર, રસીલાબેન ઓંધીયા વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬, મિતલ ખેતાણી ૯૮૨૪૨ ૨૧૯૯૯ સુરેશભાઇ બાટવિયા ૯૪૨૮૨૫૬૨૬૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *