મોડર્ન મેડીકલ સાયન્સમાં કહ્યું છે કે “Prevention is better than Cure.” W.H.O. એ આરોગ્ય ની વ્યાખ્યા પણ આ રીતે કરી છે. “Health is a state of complete Physical, Mental, Social and Spiritual Wellbeing and not merely absence of disease and infirmity.” આયુર્વેદ શાસ્ત્રોમાં સર્વ પ્રકારે રોગમુક્ત તંદુરસ્ત અને ફીટ શારીરિક અને માનસિક સ્થિતિ. આયુર્વેદનું સમગ્ર શાસ્ત્ર આર્યુવિજ્ઞાન છે. સમગ્ર જીવન દરમિયાન સ્વસ્થ રહેવાની કળા શીખવે છે. આયુર્વેદ ખરેખર એક જીવનશૈલી છે, ઋતુ – સમય કાળ પ્રમાણે રોજિંદી જીવન વ્યવહાર માટેની દિનચર્યા છે. જેમાં નિયમિત વ્યાયામ, યોગ, પ્રાણાયામ, ધ્યાન, આહાર-વિહાર અને વ્યક્તિગત, સામાજિક અને વ્યક્તિ થી માંડી સમષ્ટિ અને પરમેષ્ઠી સુધીની જીવનશૈલી નો સમાવેશ થાય છે.

વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વિશ્વ ને આરોગ્યનું મૂલ્ય સમજાયુ છે. માનવી પોતાના જ આરોગ્યનો વિચાર કરશે તો એ ક્યારેય ધારેલાં પરિણામ પ્રાપ્ત નહીં કરી શકે. માનવ સભ્યતા એ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સહિત સમગ્ર પ્રકૃતિ સાથેના “ One Health “ ને સમજીને તે પ્રમાણે નવી ગાઇડલાઇન્સ નક્કી કરવાનો સમય પાકી ગયો છે. ” One Health One planet” ને આ દ્રષ્ટિ એ વિચારવાની જરૂરીયાત છે.

 મોર્ડન મેડીસીન “ Curative” સારવાર માટે ટેક્નોલોજીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ વિજ્ઞાનની શોધો એ સારાની સાથે ખરાબની  શોધ કરી દુનિયાને ગૂંચવી નાખી છે. એક સાંધતા તેર તૂટે એવી પરિસ્થિતિ પેદા થઇ છે. અનેક નવા રોગો ફક્ત વિજ્ઞાન અને ટેક્નોલોજીના કારણે અને પ્રકૃતિ સાથેની ગંદી રમત ના કારણે ઉદભવ્યા છે. પ્રાકૃતિકતા નું સ્થાન  કૃત્રિમતા એ લઈ લીધું છે.  Simple Living  High Thinking ની ફોર્મ્યુલા ભુલાઈ ગઈ છે. કોરોના – કોવીડ તો હજુ કંઈ નથી, અનેક અસાધ્ય રોગો જે માનવ કે પ્રકૃતિ સર્જીત હશે, બારણે ટકોરા મારી રહ્યા છે. વૈજ્ઞાનિક શોધો જો સાત્વિક નહીં રહે તો વિનાશ નક્કી જ છે. આવા સમયે “વિશ્વ આરોગ્ય દિવસ” નિમિતે “New Vistas” ની આવશ્યકતા છે. “ New Paradigm” ના દ્વારા ખોલવાની આવશ્યકતા છે. સમન્વય વાદી વિચાર અપનાવવો જ રહ્યો ! ભારતીય સંસ્કૃતિના “ આ નો ક્રત્વા  ભદ્રા યન્તુ વિશ્વત: “  મુજબ જે અને જ્યાં શ્રેષ્ઠ છે, તેનો સુભગ સમન્વય કરી, ઉદાર દ્રષ્ટિકોણ સાથે ટેકનોલોજીના ઉપયોગથી નવી દિશાના વૈજ્ઞાનિક આવિષ્કારોની આવશ્યકતા છે.

 આ માટે જરૂર છે ભારતીય દ્રષ્ટિકોણ આધારિત આર્યુવિજ્ઞાન, ભારતીય જીવન શૈલી, ભારતીય સંસ્કૃતિ આધારિત સમાજ વ્યવસ્થા અને મોર્ડન ટેકનોલોજીના “Judicious” ઉપયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલી “હેલ્થ ગાઈડ લાઈન” ની, જેને આપણે “ Integrated Health Management System” પણ કહી શકીએ.

 આજના વિશ્વ આરોગ્ય દિને આવું એક આરોગ્ય નું મોડેલ તૈયાર કરવાનું ન વિચારી શકાય ? સાત્વિક સામાજિક; રાજકીય, બુદ્ધિજીવી, વૈજ્ઞાનિક અને તબીબોની“ Think Tank “ દ્વારા આ ભગીરથ છતાં સુલભ અને લોકભાગ્ય રૂપરેખા તૈયાર કરવાનો સમય પાકી ગયો છે. Back to Nature દ્વારા પર્યાવરણ રક્ષા અને “ Living In Harmony with all Creatures” ને વિભાવના સાથે સર્વનું આરોગ્ય એટલે કે “Health for All”  યા ને કે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિ એમ ત્રણેય સૃષ્ટિના આરોગ્ય માટે Brain Storming ની અનિવાર્યતા છે. નિરોગી, નિરામય વિશ્વ માટે ભારતીય ગૌવંશ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવી શકે છે. ગાય અને તેનું પંચગવ્ય વૈશ્વિક આરોગ્ય માટે અતિ મૂલ્યવાન સાબિત થવાનું છે. જેની અત્રે નોંધ સૌ એ લેવી ઘટે. આરોગ્ય અર્થે પેસ્ટીસાઈડ – જંતુનાશક રહિત અન્ન, શાકભાજી – ફળફળાદી ગાયના ગોબર – ગોમૂત્ર સિવાય શક્ય નથી. વહેલા મોડું સંપૂર્ણ જગતે આ દિશામાં પાછા ફરવું પડશે.

 “જાગ્યા ત્યારથી સવાર” સમજી આ દિશામાં પ્રયત્નો શરૂ કરી દેવા પડશે. “આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય”. દરેક વ્યક્તિ એ પોતાના આરોગ્ય અર્થે પોતાની સ્ટ્રેટેજી નક્કી કરવી પડશે. વ્યવસ્થિત પદ્ધતિસરની આહાર – વિહારની  જીવન ચર્યા જ એકમાત્ર વિકલ્પ છે. આવો, આપણે સૌ નિરામય વિશ્વ અર્થે સંકલ્પ કરીએ અને નવી પેઢીને પ્રેરણારૂપ બનીએ. ” One Health One planet” ના સંકલ્પ ને સાકર કરવામાં નિમિત બનીએ.                                

।।સર્વે સન્તુ નિરામય:।।

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *