• સ્વ. રસિકભાઈ ભટ્ટ (નિતેશભાઈ અને મનીષભાઈ) પરિવારનો સહયોગ
  • કેન્દ્રીય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહેશે

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન-રાજકોટ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપનાં સથવારે, રાષ્ટ્રસંત, પરમ ગુરુદેવ પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી દર વર્ષે પક્ષીઓનાં માળા, પીવાના પાણીની કુંડી અને રામપાતરનું વિતરણ 12એ માસ કરવામાં આવે છે. ચકલી એક એવું પક્ષી છે જે છેલ્લા દસ-બાર વર્ષમાં દરેક જગ્યાએ જોવા મળતું હતું, પરંતુ હવે તેની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. આ માટે ચકલીની પ્રજાતિનાં રક્ષણ માટે સૌએ શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ. આ અંતર્ગત આ વર્ષે “વિશ્વ ચકલી દિવસ” નિમિત્તે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન-રાજકોટ અને સ્વ. રસિકલાલ પ્રેમશંકર ભટ્ટનાં સુપુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપનાં અગ્રણી મનીષભાઈ રસિકલાલ ભટ્ટ અને નિતેશભાઈ રસિકલાલ ભટ્ટનાં સહયોગથી તારીખ 20 માર્ચ, “વર્લ્ડ સ્પેરો ડે”, રવિવારનાં રોજ વિક્ટોરિયા ગાર્ડન, કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે, એક્વા ફ્લેટ સામે, બીજો 150 ફૂટ રિંગ રોડ, મોટા મવા, રાજકોટ ખાતે બપોરે 12 થી 2 સુધી પક્ષીઓનાં માળા,પાણીની કુંડી, બર્ડ ફીડર, રામપાતરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારત સરકારનાં પશુ પાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ હાજરી આપશે.

સિમેન્ટની મોટી કુંડી(સાઈઝ આશરે 2 ફૂટ બાય 1.5 ફૂટ, વજન આશરે 30 કિલો) જીવદયાપ્રેમીઓને બારે મહિના વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. કુંડી મેળવવા માટે મિત્તલ ખેતાણી(મો. 98242 21999), પ્રતિક સંઘાણી(મો. 99980 30393)નો સંપર્ક કરવો. સમગ્ર આયોજનને સફળ બનાવવા મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, ચેતનભાઈ મહેતા, તેજસભાઈ બાવીશી, જીમ્મીભાઈ શાહ,નિરવભાઈ અજમેરા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *