• વિશ્વ પશુ દિવસ” નિમીતે કરુણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન(રાજકોટ) દ્વારા “શાકાહાર, ઉત્તમ આહાર” વિષય પર વેબીનારનું આયોજન

દર વર્ષે 4 ઑક્ટોબરનાં દિવસે વિશ્વ પશુ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પશુઓનાં અધિકારો અને તેના કલ્યાણ સંબંધિત જુદા-જુદા કારણોની સમીક્ષા કરવામાં આવે છે. પ્રાણીઓનાં મહાન આશ્રયદાતા આસીસી(ઇટલી)નાં સંત ફ્રાન્સિસનો જન્મદિવસ પણ 4 ઑક્ટોબરે મનાવવામાં આવે છે. તેઓ પ્રાણીઓનાં મહાન સંરક્ષક હતા. માંસાહાર એક એવો ખોરાક છે જે લીધા પછી માણસનું શરીર સંપૂર્ણપણે એસીડીક બનતું જાય છે અને સ્વાસ્થ્ય જાળવવા માટે માનવ શરીર એસીડીકનાં સ્થાને અલ્કલાઇનની નજીક રહે એ વધુ હિતાવહ કહેવાય માટે શાકાહાર અપનાવવું જોઈએ. આંતરરાષ્ટ્રીય પશુ કલ્યાણ દિવસનો મુખ્ય હેતુ જનતાને ચર્ચામાં સામેલ કરવી અને પશુઓ પ્રત્યે ક્રૂરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાનો છે. પશુ અધિકાર અને શાકાહારનું આવું જ આગવું મહત્વ સમજાવવા તેમજ શાકાહાર કરવાથી થતાં વિભિન્ન ફાયદાઓ જણાવવા માટે આ વેબીનારનું આયોજન થયું છે. આ વેબીનારમાં “શાકાહાર, ઉત્તમ આહાર” વિષય પર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ વલ્લભભાઈ કથીરિયા, સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી તેમજ ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર ગિરીશભાઈ શાહ, સદભાવનાં વૃદ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરિયા,એનિમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય મિતલ ખેતાણી ,આદી જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ જરીવાલા(મુંબઈ),સંજયભાઈ મહેતા(જૈન શ્રેષ્ઠી), રમેશભાઈ ઠક્કર (શ્રીજી ગૌશાળા) , એડવોકેટ અભયભાઈ શાહ (જીવદયાપ્રેમી) ઉપયુક્ત વિષય પર માર્ગદર્શન આપશે. કરુણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન(રાજકોટ)નાં પ્રમુખ મિત્તલ ખેતાણી આ વેબીનારનું સંચાલન કરશે. આ વેબિનાર તા. ૦૪/૧૦/૨૦૨૨ના રોજ બપોરે 1:30 કલાકેથી  કરુણા ફાઉન્ડેશનનાં ફેસબુક પેઇજ  https://www.facebook.com/animalhelplinekarunafoundation પર લાઈવ નિહાળી શકાશે. સૌને આ વેબીનારમાં જોડાવા પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુંભાઈ ભરાડ, પારસભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠક્કર સહિતનાઓએ અપીલ કરી છે. આ અંગે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી(મો. 98242 219999) અને પ્રતિક સંઘાણી(મો. 99980 30393), ધીરેન્દ્રભાઈ કાનાબાર (મો. 98250 77306) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *