- દરેક વ્યક્તિ ભારતનાં પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રમાં સૌ જોડાય – અભય શ્રીશ્રીમલ, પ્રમુખ જીતો એપેક્સ
- વર્લ્ડ પીસ સેન્ટરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે – સામાજિક કાર્યકર મદન જિંદાલ
વિશ્વ શાંતિ દૂત જૈનાચાર્ય ડૉ. લોકેશજી દ્વારા સ્થાપિત ‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થા, ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ ‘વર્લ્ડ પીસ સેન્ટર’ સ્થાપવા જઈ રહી છે. આ માટે સંસ્થાને હરિયાણા સરકાર દ્વારા દિલ્હી-જયપુર હાઈવેને અડીને આવેલા ગુરુગ્રામનાં સેક્ટર 39માં એક પ્લોટ ફાળવવામાં આવ્યો છે, જ્યાં કેન્દ્રનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. આજે વિશ્વશાંતિ કેન્દ્રનાં સ્થાપક આચાર્ય ડો.લોકેશજી, અધ્યક્ષ અભયકુમાર શ્રીશ્રીમલ, જાણીતા સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ શ્રી મદન જિંદાલજીએ સ્થળ પર બાંધકામની કામગીરીની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામમાં સ્થાપિત થનારા ભારતનાં પ્રથમ ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નું ભૂમિપૂજન યોગ ઋષિ સ્વામી રામદેવજી અને અનેક વરિષ્ઠ સંતોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. વિશ્વ શાંતિ દૂત જૈનાચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે ગુરુગ્રામમાં સ્થપાઈ રહેલું ભારતનું પ્રથમ ‘વર્લ્ડ પીસ સેન્ટર’ વ્યક્તિત્વ વિકાસ માટે વિશ્વ કક્ષાનું મુખ્ય કેન્દ્ર હશે, જ્યાં ધ્યાન, યોગ, ભારતીય પર આધારિત વૈજ્ઞાનિક કાર્યક્રમો દ્વારા યુવાનોનો વ્યક્તિત્વ વિકાસ કરવામાં આવશે. સંસ્કૃતિ અને જૈન જીવનશૈલી, મહિલા સશક્તિકરણનાં વિવિધ આયામો અને બાળકોનાં સંસ્કૃતિ નિર્માણનું પણ સંચાલન કરવામાં આવશે. આ કેન્દ્ર પરથી સમગ્ર વિશ્વમાં અહિંસા, શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો પ્રસારિત કરવામાં આવશે.
જીતો એપેક્સનાં ચેરમેન અને વિશ્વ શાંતિ કેન્દ્રના અધ્યક્ષ શ્રી અભય કુમાર શ્રીશ્રીમલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રનું બાંધકામ 15 મહિનામાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે ‘વર્લ્ડ પીસ સેન્ટર’ લોકોનાં માનસિક, ભાવનાત્મક અને ચારિત્ર્યનાં વિકાસ માટે સમર્પિત રહેશે અને દરેકને ભારતનાં પ્રથમ ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ સાથે જોડાવા અને સહકાર આપવા આહ્વાન કર્યું.
પ્રસિદ્ધ સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ શ્રી મદન જિંદાલજીએ જણાવ્યું હતું કે ‘વર્લ્ડ પીસ સેન્ટર’ વિશ્વમાં શાંતિ અને સૌહાર્દની સ્થાપના માટે કામ કરશે. ગુરુગ્રામનું સૌભાગ્ય છે કે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનાં સમન્વયમાં તૈયાર કરાયેલ શાંતિ શિક્ષણ કાર્યક્રમો દરેક વર્ગના વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, મહિલાઓ, ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, વેપારીઓ, ખેડૂતો વગેરે માટે યોજવામાં આવશે સાથે જ તેમણે કહ્યું કે આ સેન્ટરથી ગુરુગ્રામનું નામ વિશ્વ મંચ પર પ્રસિદ્ધિ મેળવશે.
ચેન્નાઈના આર્કિટેક્ટ પ્રસન્ના રાજ જૈને જણાવ્યું કે તે પ્રાચીન અને આધુનિક આર્કિટેક્ચરનો સંગમ હશે. એનબી કન્સ્ટ્રક્શનના વડા ઓમબીર સિંહે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 15 મહિનાનાં સમયગાળામાં પૂર્ણ થશે.