
સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ (મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ) નાં જન્મદિન નિમીતે ‘સેવા અગીયારસ’ કાર્યક્રમો યોજાયાં.
રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ સહીતનાં ૧૧ કાર્યક્રમો કરાયાં
જાહેર જીવનનાં અનેક અગ્રણીઓએ આ નવતર પ્રયોગને શુભકામનાઓ પાઠવી.

જય મુરલીધર ડેવલોપર્સ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા સહયોગ ફાઉન્ડેશન-ઘંટેશ્વરનાં પ્રમુખ, આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલનાં ૩૯ માં જન્મદિવસે વીરાભાઈ હુંબલનાં બહોળાં મિત્રવર્તુળ, સહયોગ ગ્રુપ તથા હુંબલ પરીવાર દ્વારા મુરલીધર ફાર્મ ખાતે ૧૧ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.”ચેરીટી બીગીન્સ ફોમ હોમ’ નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી જ કરાય તેવો વિશિષ્ટ ચીલો સમાજમાં પાડવાનાં પવિત્ર મનસુબાથી પર્યાવરણ પ્રેમી, ગૌ ભકત વીરાભાઈ હુંબલનાં બહોળાં મિત્રવર્તુળ, સહયોગ ગ્રુપ તથા રાજાબાપુ હુંબલ, લાભુભાઈ હુંબલ, રાવતભાઈ હુંબલ, દેવાયતભાઈ હુંબલ, વિભાભાઈ ધ્રાંગ્રા, કાથડભાઈ સેગલીયા, ભાવેશભાઈ રાઠોડ, નારણભાઈ આહીર, પ્રવિણભાઇ ભેડા, P.I. આર. જે. રામ, વનરાજ બરબસિયા, પ્રકાશભાઈ ચાવડા પરીવારે તેમનાં જન્મદિનને નિમીત બનાવી વિવિધ સેવાયજ્ઞોનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત વિદ્યાર્થીઓને નોટબક વિતરણ, વૃક્ષારોપણ, સીવીલ હોસ્પીટલનાં જરૂરીયાત મંદ દર્દીઓ તથા થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ, અંગદાન–ચક્ષુદાન–દેહદાન સંકલ્પ કેમ્પ, ચકલીનાં માળા અને પક્ષીનાં પાણી પીવાનાં કુંડાનું વિતરણ, તુલસીનાં રોપાં તેમજ બીલીપત્રનાં છોડનું વિતરણ, દિવ્યાંગ બાળકો સાથે મનોરંજન પ્રકલ્પ, ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કીડનીનાં રોગોની જાગૃતિ અંગે કાર્યક્રમ તથા ડાયાબીટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ, થેલેસેમીયા નાબૂદી અભિયાન, માતૃ પિતૃ પૂજન (માવતર વંદના), ગૌ પૂજન સહિતનાં ‘સેવા અગીયારસ” અગીયાર સેવાયજ્ઞોનું આયોજન સરકારી નિયમોનું પૂરતું પાલન કરીને સેનીટાઈઝરની વ્યવસ્થા, સોશ્યલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરાવીને કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે થેલેસેમીયા પીડીત બાળકો, દર્દી નારાયણ અને દરીદ્નારાયણ તેમજ સીવીલ હોસ્પીટલના જરૂરીયાત મંદ દર્દીઓ માટે ૭૦ રકતદાતાઓએ માનવ જીંદગીઓ બચાવવા માટે ૨કતદાન કર્યું હતું. પધારેલા સૌ મહેમાનો માટે આયુર્વેદીક ઓર્ગેનીક નાસ્તો (મકાઈ, મગફળી, ઓર્ગેનીક ભેળ, લીલા નાળીયેર, ગૌમાતાનું દૂધ) સહીતની અલ્પાહારની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પણ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થતાં હતાં તેમનું પરીસરના સ્વાગત કક્ષ ખાતે જ ગૌપૂજન કરી કરાવીનેવિધીવત ભૂદેવ દ્વારા ગૌપૂજન કરાવીને કરાવવામાં આવતું હતું. કરીને આ સેવાયજ્ઞમાં જાહેર જીવનનાં વિવિધ શ્રેષ્ઠીઓ સાંસદ સભ્યશ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટના મેયર ડો. પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલા, કોર્પોરેટર હિરેન ખીમાણીયા, ડો. દર્શનાબેન પંડયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, મનહરભાઈ બાબરીયા, ઘનશ્યામભાઈ હેરભા, મનીષભાઈ ભટ્ટ, આનંદભાઈ અમૃતીયા, અશ્વિનભાઈ પાંભર, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશભાઈ મોરઝરિયા, મનહરભાઈ બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી, શૈલેષભાઈ ડાંગર, અમિતભાઈ બોરીચા, ભરતભાઈ બોરીચા, રાજેશભાઈ ચાવડા, હિતેશભાઈ ચાવડા, ઘનશ્યાભાઈ કુગશિયા, હિતેશભાઈ મારું, દિલીપભાઈ બોરીચા, પ્રવિણભાઇ સેગલિયા, જયરાજસિંહ જાડેજા, લલિતભાઈ વાડોલિયા, તેજસભાઇ ત્રિવેદી, કિશોરભાઈ પરમાર, મીરાબેન વોરા હાસ્ય કલાકાર દેવાયતભાઈ ખવડ, ગુલાબ દાન બારોટ, જયભાઈ છનીયારા, પ્રયાસ પેરેન્ટસ એસોસીએશનનાં પૂજાબેન પટેલ, શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠકકર, બ્રહમ સમાજના નિશ્ચલભાઈ જોષી, વિરાગભાઈ જોષી, વી.ડી. બાલા, મનસુખભાઈ સુવાગીયા, ચમનભાઈ ભોરણીયા, હિમાંશુભાઈ કોટક, નિલેશભાઈ દેસાઈ, દિનેશભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, અમીતભાઈ સંઘવી, અતુલભાઈ પંડીત, સદભાવના વૃધ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરીયા, તેમજ વકિલ ગ્રૂપના હરેશભાઈ પરસોડા , કમલેશભાઈ કોઠીવાર, અશ્વિનભાઈ બકુત્રા, અમિતભાઈ વેકરીયા, રાજુભાઈ મિયાત્રા, વિમલભાઈ ડાંગર, કેયુરભાઈ તેરૈયા, કાથડભાઈ ડાંગર, મનોજભાઈ પટેલ, નિતીનભાઈ નથવાણી, ભાવનાબેન મંડલી, કિરણબેન માંકડીયા,નિલેશભાઈ દેસાઈ, પરેશભાઈ દાવડા, વિવિધ બીલ્ડર્સ ગ્રુપ જેમ કે પરેશભાઈ ગજેરા(RBA પ્રમુખ), ધૃવિત પટેલ, હાર્દિક શેઠ, પૃથ્વીભાઈ રાણા, આશિષભાઈ શાહ, રિતેશભાઈ મડિયા, નીરજભાઈ ભીમજીયાણિ, અમિતભાઈ ભિમજીયાણિ, ગોપિભાઈ પટેલ, જોલિભાઈ હાલાણિ, રણજીતભાઈ પીઠડીયા, સોમિત્રા કારીયા, હરેશભાઈ પરસાણા, અમિતભાઈ ત્રામબડીયા, પરેશભાઈ ગોહિલ, ભરતભાઈ ડઢાણીયા, અમિતભાઈ સંઘવી, ભરતભાઈ સેજપાલ, સુદિપભાઈ મહેતા, રાકેશભાઈ ભાલાળા, આશિષભાઈ ભૂતા, નિલેશભાઈ સેઠ, જે. કે. સુબા વિગેરે ખાસ ઉપસ્થિત રહયાં હતાં સાથોસાથ આ કાર્યક્રમને શ્રેષ્ઠ બનાવવા પરીમલભાઈ પરડવા, જીગ્નેશભાઈ ચાવડા, મનીષ લોખીલ, મનવીરભાઈ ચાવડા, કિશોરભાઈ ડાંગર, મયુર હુંબલ, ગિરિશભાઈ વસોયા, રમેશભાઈ વસોયા, ધવલ હુંબલ, કિશનભાઇ કથીરીયા, વિજય મકવાણા, જયેશ હુંબલ, મોહિત હુંબલ, સિદ્ધાર્થ હુંબલ, ભરત ચાવડા, રાજુભાઈ ગઢવી, ગિરીશ વેકરીયા, જય શેઠ, અજય લોખિલ , સની પાજી વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી છે. આ પ્રસંગે વિરાભાઈ હુંબલને આશીર્વાદ પાઠવવા ૩૧ વર્ષીય ગૌ-પર્યાવરણ તથા અધ્યાત્મ ચેતના યાત્રા માટે સમગ્ર ભારતમાં પરીભ્રમણ માટે નિકળેલા પ.પૂ. સાઘ્વીજી આરાધ્યદીદી, પૂ. સાઘ્વીજી નિષ્ઠા દીદી ખાસ પધાર્યા હતા અને ગૌ મહાત્મય અંગે પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મિતલ ખેતાણી તથા પરીમલભાઈ પરડવાએ કર્યું હતું. રાજકોટમાં આ પ્રકારનાં સેવાયજ્ઞો કરવા મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા વીરાભાઈ હુંબલની યાદીમાં જણાવાયું છે.