રાજય સરકાર દ્વારા વૃધ્ધ પેન્શન અને વિધવા પેન્શન સહાય આપવામાં આવે છે તે રકમ હાલની મોંઘવારીને ધ્યાને લઈને ખુબ જ નાની છે. હાલ તમામ જીવન જરૂરીયાત ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે વૃધ્ધ પેન્શન અને વિધવા પેન્શન સહાય લેતા લાભાર્થીઓને આર્થિક રીતે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પ્રશ્નને ગંભીરતાથી લઈ વૃધ્ધ પેન્શન માસિક રૂા. ૭૫૦/– અપાઈ રહયું છે તેના બદલે માસિક રૂ।. ૧૫૦૦/– કરી આપવા અને વિધવા પેન્શન સહાય માસિક રૂા. ૧૨૫૦/– અપાઈ રહી છે તેની જગ્યાએ માસિક રૂ।. ૨૫૦૦/– કરી આપવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મિતલ ખેતાણીએ રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *