અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક વિશ્વ શાંતિ દૂત આચાર્ય ડૉ.લોકેશજીના ષષ્ઠીપૂર્તિ અવસરે મહારાષ્ટ્રના રાજભવન મુંબઈ ખાતે 27 નવેમ્બર શનિવારના રોજ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવશે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીજી મુખ્ય અતિથિ તરીકે “વૈશ્વિક પડકારો અને આપણી જવાબદારી” વિષય પર રાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન કરશે. જેમાં જાણીતા ઉદ્યોગપતિ, મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી મંગલ પ્રભાત લોઢાજી , જાણીતા ફિલ્મ નિર્માતા શ્રી મધુર ભંડારકરજી અને ભારતીય જનતા પાર્ટી, મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ શ્રી રાજ કે. પુરોહિતજી હાજરી આપશે. આ પ્રસંગે શિક્ષણ, આરોગ્ય, સમાજ સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારનું સન્માન કરવામાં આવશે. આ સમારોહમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ભાગ લેશે અને આદરણીય આચાર્ય ડૉ. લોકેશજીને શુભેચ્છા પાઠવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1961માં જન્મેલા પૂજ્ય આચાર્ય ડૉ.લોકેશજીએ 22 વર્ષની નાની વયે દીક્ષા લીધી હતી. છેલ્લા 38 વર્ષથી તેઓ રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડતર, માનવીય મૂલ્યોના ઉત્થાન અને સમાજમાં અહિંસા, શાંતિ અને સૌહાર્દની સ્થાપના માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે દેશભરમાં 20 હજાર કિલોમીટરથી વધુ પદયાત્રા કરીને સામાજિક મુદ્દાઓ પર જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમના દ્વારા સ્થાપિત સંસ્થા “અહિંસા વિશ્વ ભારતી” એ તેમના જીવનના 60 વર્ષ સફળ થવા પર ષષ્ઠી પૂર્તિ વર્ષમાં “વૈશ્વિક પડકારો અને આપણી જવાબદારી” વિશે લોકોને જાગૃત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *