રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં ઉપાધ્યક્ષ મનીષ ભટ્ટ નો આજરોજ ૫૩ મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા મનીષ ભટ્ટ – રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી, રાજકોટ શહેર ભાજપનાં મંત્રી તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચુકયા છે તથા હાલ રાજકોટ શહેર ભાજપનાં ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. અસ્મિતા ફાઉન્ડેશન સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ મનીષ ભટ્ટ યુ.એસ.એ.માં યોજાતા ‘ચાલો ગુજરાત” નામના સંસ્થાના એકઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે કાર્યરત છે. તેમજ અનેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય છે. અનેકવિધ નેશનલ ઇવેન્ટસ/કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચૂકેલા શ્રી મનીષ ભટ્ટ નવી પેઢીના પ્રભાવી વકતા અને વ્યવસાયે એડવોકેટ અને કોર્પોરેટ કન્સલટન્ટ, રીયલ એસ્ટેટ કન્સલટન્ટ છે. શબ્દોને લાગણીમાં ઝબોળી એક અનોખું ભાવજગત, સદભાવ જગત ખડું કરવાની તેમજ મિત્રો કમાવાની અને મિત્રતા સાચવવાની આવડત એ મનીષ ભટ્ટના આગવા વ્યક્તિત્વનું જમા પાસું છે. રાજનીતી નહી પણ રાષ્ટ્ર નિતીમાં માનતાં સાહિત્ય પ્રેમી અને કલામર્મજ્ઞ મનીષ ભટ્ટના જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.

મનીષ ભટ્ટ (મો : ૯૮૨૫૪ ૭૭૫૦૧)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *