> ૧૫૦ બળદોનો આજીવન નિભાવ
> સંસ્થાના નિર્માણાધીન વિશાળ પરીસરમાં ૮૦૦ બળદોને ભવિષ્યમાં પ્રવેશ અપાશે.

મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ (ખારચીયા રોડ, મોટી પાનેલી, ઉપલેટા) દ્વારા ફકતને ફકત નીરાધાર, રસ્તે રખડતા કે જેમનું કોઈ ના હોય તેવા બળદ—ગાયો, વાછરડાને રાખવામાં આવેલા છે, નિભાવવામાં આવે છે, કૃષિક્ષેત્રે માનવજીવનને મદદરૂપ થવા માટે બળદનું વિશેષ મહત્વ રહેલું છે. આ ભાવાર્થને સાર્થક કરતાં આ ટ્રસ્ટ દ્વારા બળદોનો ખાસ નિભાવ કરવામાં આવી રહયો છે. હાલ અહીંયા ૧૫૦ બળદ, ૯ ગાય, અને ૮ વાછરડા છે. આ સંસ્થા દ્વારા આ અબોલ જીવોને બે ટાઈમ નીરણ ભરપૂર માત્રામાં નાખવામાં આવે છે અને કોઈપણ પશુ બીમાર હોય તો તેને તત્કાલીન સારવાર આપવામાં આવે છે. અને સંસ્થામાં નિયમિત સાફસફાઈ માટે પાંચ માણસો કાયમી રાખેલા છે જે નિયમિત સાફસફાઈ અને નિરણ નાખવાનું કામ કરતા હોય છે. સ્થળ ઉપર સાફસફાઈ દરરોજ થાય છે. સાથોસાથ ડોકટરી સારવાર વગેરે પણ આપવામાં આવે છે. સંસ્થામાં છેલ્લા ત્રણ વર્ષથી નીરાધાર ૧૫૦ થી વધારે સંખ્યામાં ગાયો તથા બળદોની નિરાધાર રસ્તે રખડતા ગાયો તથા બળદો માટે વિશાળ, કાયમી આશ્રય સ્થાન બનાવી રહયાં છીએ. ૧૨ વિઘા જમીનમાં ૮૦૦ થી વધારે સંખ્યામાં આવા રસ્તે રખડતા ગાયો તથા બળદોને આશ્રય અપાશે અને તેમની સારી રીતે સારસંભાળ રાખવા માટે પાકા શેડ બનાવવાનાં છે. જેથી કરી આવા વૃધ્ધ, અશકત, બીમાર અને રસ્તે રખડતા ગાયો તથા બળદોને અમે સારી રીતે સાચવી શકીએ આવા ૯ શેડ અને નીરણ ભરવા માટે ૪ ગોડાઉન બનાવવાનાં છે. જે કોઈ દાતા આ શેડના બાંધકામમાં અથવા તો ભુમીદાન માટે ૨૫,૦૦૦/– કે તેનાથી વધારે ફાળો આપશે તેમના નામની તકતી’ મહાદેવ બળદ સેવા આશ્રમમાં કાયમી માટે લગાડવામાં આવશે. ૧ શેડ બનાવવાનો ખર્ચ અંદાજે ૧૨,૦૦,૦૦૦/- (બાર લાખ) રૂપીયા છે અને એક શેડની અંદર ૮૦ જીવો સમાવેશ થઈ શકે છે. તેની અંદર નીરણ ખાવા માટે ગમાણ, પાણી પીવા માટે અવેળો અને વરસાદ, ઠંડી, તડકાથી બચવા માટે ૧૩૦/૪૦ ફુટનું પતરાનું ઢાળીયું તથા પાક તળીયું બનાવવામાં આવશે તો આવા આપણે બધા સાથે મળીને આવા નિઃસ્વાર્થ ભાવે ચાલતા સેવાકીય કામમાં સાથ સહકાર આપીને સહભાગી બનીએ. એવી સૌને નમ્ર વિનંતી કરાઈ છે. અમારી સંસ્થામાં ફકત ને ફકત નીરાધાર જીવોને રાખવામાં આવે છે. અને પાછા કોઈને વહેંચવામાં આવતા નથી.આ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ બળદો તેમજ ગૌમાતાઓને સાચવવાની તૈયારી બતાવવામાં આવેલ છે. ટ્રસ્ટનાં વિમલ વાછાણી (મો. ૯૭૨૭૮ ૬૪૬૫૦), જયદીયભાઈ લાલકીયા, જતીનભાઈ ભાલોડીયા, પ્રદીપ ચોટાઈ, જનકભાઈ ધીંગાણી, સંદીપભાઈ ઘેટીયા, મહેશભાઈ ભાલાણી, ભપતભાઈ દેત્રોજા, જયરાજભાઈ કાલરીયા દ્વારા શ્રાવણ માસ નિમીતે અનુદાન માટે અપીલ કરવામાં આવે છે. દાન માટે મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, પાનેલી મોટી બ્રાંચ, IFSC, UBIN0531499, AC.No.: 3149010100032127.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *