 શ્રીજી ગૌશાળા ખાતે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી–અમદાવાદ)નાં સાનિધ્યમાં ‘ફુલફાગ ઉત્સવ’ તા.૨૭ મી માર્ચ, રવીવારના રોજ ઉજવવામાં આવશે.
 સૌને પધારવા જાહેર આમંત્રણ. રાજકોટનાં અમુક સ્થળોએથી બસ વ્યવસ્થા પણ કરાઈ.

રાજકોટ શહેરની ઉત્તર-પશ્ચિમે ભાગોળે જામનગર હાઈવે સ્થિત ‘શ્રીજી ગૌશાળા’, ગૌસેવાને સમાંતર અનેકો આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રેરક શિક્ષાત્મક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાના સંકટ કાળ અને રાજયમાં અનેક નિયંત્રણોને કારણે એકપણ કાર્યક્રમ યોજી શકાયા નહોતા હવે સરકારશ્રીની ગાઈડ લાઈનનું પુરતુ પાલન અને નિયંત્રણોમાં થોડી હળવાશ થતા લોક લાગણીને માન આપી રાજકોટ–જામનગર હાઈવે, નવા ક્રિકેટ સ્ટેડીયમ સામે, ન્યારા રાજકોટ ખાતે આવેલ ૧૯૦૦ ગૌમાતા યુક્ત શ્રીજી ગૌશાળામાં પરમ વિદ્વદ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી–અમદાવાદ)નાં સાનિધ્યમાં તા.૨૭ મી માર્ચ, રવીવારના રોજ સાંજે ૬–૦૦ કલાકેથી ‘ફુલફાગ ઉત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. વ્રજનાં ‘હોરી–ધમાર–રસિયા’ કિર્તનોની રમઝટ વચ્ચે શ્રી રાધાકૃષ્ણનાં વિવિધ લીલા નૃત્યો સાથે ફૂલોની રંગબેરંગી છોળો સાથે યોજાતા આ ફુલફાગ ઉત્સવમાં વિશેષ કડી–અમદાવાદનાં યુવા વૈષ્ણવાચાર્ય જેમની વિદ્વતા—સૌમ્યતા અને મધુર પ્રવચન શૈલીની વિશ્વભરમાં ખ્યાતી છે એવા પૂ.પા.ગો.શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી પધારી ‘વચનામૃતના ધર્મ બોધ સાથે વૈષ્ણવોને ‘ફુલફાગ’ ખેલી–ખેલાવી કૃતાર્થ કરશે.
લાંબા સમય પછી યોજાઈ રહેલા આ ‘લોકોત્સવ’માં ભાવિકોને લાવવા લઈ જવા માટે ‘શ્રીજી ગોશાળા’ દ્વારા રાજકોટ શહેરના અમુક સ્થળો (૧) ત્રિકોણબાગ (૨) ભકિતનગર સર્કલ (૩) રૈયા ટેલિફોન એક્ષચેન્જ સર્કલ (૪) આલાપ ટવીન ટાવર,નાનામવા રોડ ખાતે સાંજે ૪ વાગ્યે બસની વ્યવસ્થા પણ કરાઈ છે જેથી બસમાં આવવા ઈચ્છુક ભાવીકો, ગૌપ્રેમીઓએ પોતાના વિસ્તાર નજીકનાં બસ પોઈન્ટ ઉપર સાંજે ૪-૦૦ વાગ્યે પહોંચવા યાદીમાં જણાવાયું છે. ભજન સાથે મધૂર ભોજન (પ્રસાદ) સહિત યોજાઈ રહેલા આ ‘ફુલફાગ ઉત્સવ’માં વિશાળ સંખ્યામાં જોડાવવવા ભકતોને શ્રીજી ગૌશાળા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ‘ફુલફાગ ઉત્સવ’ ની વિશેષ માહિતી માટે દાસભાઈ (મો.૯૮૨૫૪ ૧૮૯૦૦), ભુપેન્દ્રભાઈ છાંટબાર (મો.૯૩૭૬૭ ૩૩૦૩૩), જયંતીભાઈ નગદીયા (મો.૯૪૨૭૪ ૨૯૦૦૧) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *