છાત્રાળા પરિવાર તરફથી સૌને ભાવભર્યું આમંત્રણ

રક્તદાન કેમ્પ, શાકાહાર, અંગદાન જાગૃતિની પ્રેરણા અપાશે

જિંદગીના રંગમંચ ઉપર ખૂબ જ ખંત અને મહેનતથી ભૂમિકા ભજવી ચૂકેલા પરિવાર અને સમાજમાં ખૂબ જ નાની વયમાં મોટું કાર્ય કરી ગંભીર બીમારીનાં કારણે દેહ – વિલય પામેલા મનીષભાઈ છત્રાળાનાં જીવનયાત્રાના અંતના એક વર્ષ પૂર્ણતાના આરે ભાવથી અંજલિ આપવા સૌને છત્રાળા પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ છે. આ પ્રસંગે શ્રીનાથજીની પૂજા અર્ચના કરી સ્વ શ્રી મનીષભાઈ છત્રાળાની ભાવભરી શ્રધાંજલિ આપવા સૌને આમંત્રણ આપવામાં આવે છે. આ પ્રસંગે કૃષ્ણ પ્રાર્થનાનું આયોજન છે. નિધીબેન ધોળકિયા અને મયુરભાઈ બુદ્ધદેવ તેમની ટીમ સાથે કૃષ્ણ પ્રાર્થના કરશે. આ સાથે પ્રવર્તમાન ગરમીના સમયમાં સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન છે. આ તકે રકતદાન કેમ્પ, શાકાહાર પ્રચાર પ્રસાર અભિયાનનો પણ લાભ લેવાની અપીલ છે. જમનભાઈ મોહનભાઈ છાત્રાળા, અનિલાબેન મોહનભાઈ છાત્રાળા, શૈલેષભાઈ જમનભાઈ છાત્રાળા તરફથી સૌને નિમંત્રણ છે. આ કાર્યક્રમનાં શુભેચ્ક શુભમ ગેર, ઓર્ગન ડોનેશન ટીમ- રાજકોટ, મિતલ ખેતાણી (એનિમલ હેલ્પલાઈન – રાજકોટ), શૈલેષભાઈ ઠુમ્મર (સમન્વય એન્જી), ડો. વિજયભાઇ દેસાણી, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રમેશભાઈ ઠક્કર, વિજયભાઈ ડોબરિયા (સદભાવના વૃદ્ધાશ્રમ), મુકેશભાઈ દોશી તથા અનુપમભાઈ દોશી, ધીરેન્દ્રભાઈ કાનાબાર, હર્ષિતભાઈ કાવર છે. લોહી રેડીને જીંદગીને અડીખમ રાખી સેવાકીય પ્રવૃતિઓ કરી એવા મનીષભાઈની પુણ્યતિથી નિમિતે રકતદાન કરી તેમજ અંગદાનનો સંકલ્પ કરી શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા વિનંતી. આ કાર્યક્રમ 9 મે, સોમવારે બપોરે 3 વાગ્યે હેમુ ગઢવી હોલ, વિરાણી સ્કૂલની બાજુમાં, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ચકલીના કુંડા, માળાનું વિતરણ તેમજ ગૌપુજન પણ રાખવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે અનિલાબહેન છત્રાળા(મો. 94269 64665)નો સંપર્ક કરવા વિનંતી છે. સૌ સાથે ભોજન પ્રસાદ લેશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *