સમગ્ર વિશ્વમાંથી ૧૭૫ લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ ભાગ લેશે.

૨ઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૧ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોઉત્સુક યુવક–યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ ઓનલાઈન પરીચય મેળાનું આયોજન તા.૦૯/૦૪/૨૦૨૨, શનીવારનાં રોજ સાંજે ૬-૦૦ કલાકથી કરાયું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. જ્ઞાતિ સેવા માટે કેન્દ્રિય સંગઠન નાં પદુભાઈ રાઈચુરા, કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા,મહિલા શ્રેષ્ઠી શ્રીમતી કશ્મીરાબેન નથવાણી,જગદીશભાઈ જોબનપુત્રા સહિતનાંઓ સૌરાષ્ટ્ર-કચ્છ સંગઠન ને માર્ગદર્શન આપી રહ્યાં છે.
યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘ચેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુક્ત સમાજ’ બને, તથા કમળા ફૂલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક શ્રી રઘુવંશી વૈવિશાળ માહીતી કેન્દ્ર માં પ્રવેશ અપાઈ રહયો છે. વૈવિશાળ માહિતી-માર્ગદર્શન અપાઈ છે.આ નિયમનું અત્યંત કડક અમલીકરણ કરાઈ રહ્યું છે.
રઘુવંશી સમાજના વૈશ્વીક શ્રેષ્ઠીઓ આ પરીચય મેળાને આશીર્વાદ આપવા ઓનલાઈન ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન અંગે લોહાણા સમાજની બધી સંસ્થાઓ, મેરેજ માહિતી કેન્દ્રના સંચાલકોનો સક્રિય સહયોગ મળી રહ્યો છે. સમગ્ર વિશ્વના રઘુવંશી ડોકટર્સોના વિવિધ એસોસીએશનના સર્વે અગ્રણીઓનો પણ સક્રિય સહયોગ મળી રહ્યો છે. નિઃશુલ્ક, રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ પંસદગી સમારોહની વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪૬૬૬૬૩), અને વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે, મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯). સંજયભાઈ ક્કકડ (મો.૯૮૨૪૦૪૩૭૯૯), નિતીનભાઈ ભુપતાણી (મો.૯૪૨૬૪૬૦૨૯૫), પ્રફુલભાઈ ચંદારાણા (મો.૯૪૨૬૪૦૬૭૩૨) પર સંપર્ક કરવો. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી ૧૭૫ લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ ભાગ લેશે.
શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત શ્રી રઘુવંશી વિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ના ઉપક્રમે રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઇન ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા ને સફળ બનાવવા માટે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, સલાહકાર સમિતીના અધ્યક્ષ અને પૂર્વ મેયર જનકભાઈ કોટક, સૌરાષ્ટ્ર-કચ્છની યુવા પાંખના અધ્યક્ષ કલ્પેશ હરીશભાઈ પલાણ, ઉપપ્રમુખો ભરતભાઈ કોટક, દિપકભાઈ રાજાણી, ગૌરાંગભાઈ ઠકકર, નલીનભાઈ તન્ના, ચંદુભાઈ રાયચુરા,મહામંત્રીઓ સંજયભાઈ કકકડ અને કનુભાઈ હિંડોચા, થેલેસેમીયા સમિતીનાં જીતુલભાઈ કોટેચા, ધર્મેશભાઈ કકકડ, બાલાભાઈ સોમૈયા, રાજકોટ યુવા પાંખના અધ્યક્ષ હિરેન વડેરા, ચેતનભાઈ ગણાત્રા, રાજેશભાઈ કારીયા, ધીરેન્દ્રભાઈ કાનાબાર, કિરીટભાઈ કેસરીયા, પ્રફુલભાઈ ચંદારાણા, નીતીનભાઈ ભુપતાણી, પાર્થ ધામેચા, મિત્સુ ઠકરાર સહિતનાં જહેમત ઉઠાવી રહયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *