શ્રી અરિહંત કૃપા ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષોથી માનવતા અને જીવદયા માટે ઘણું કામ કરે છે. તેમના દ્વારા મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં દર મહિને 136 પરિવારોને રાશન કિટ પહોચાડવામાં આવે છે, બાળકોને શિક્ષણ ફી અને તબીબી સહાય, સ્કૂલ એજ્યુકેશન કીટ, ગણવેશ વિતરણ વગેરે પ્રદાન કરવાના, શૈક્ષણિક પ્રોજેક્ટ તેમજ બાળકોને દૂરના આદિવાસી વિસ્તારથી શાળા સુધી મુસાફરી કરવામાં મદદ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં સાયકલ વિતરણ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને રાજકોટ (ગુજરાત)માંની અનેક ગૌશાળાઓ, પાંજરાપોળોમાં ઘણા શેડ, ગમાણ, અવેળો, બોરવેલ વગેરે બનાવ્યા છે. કરૂણા ગૌશાળા (રાજકોટ) ખાતે 70 હજારનું બોરવેલ, સવા બે લાખ રૂપિયાનો નવો શેડ અને 5 વૃક્ષો વાવ્યા છે. હડથોલી ગૌશાળા, રાજકોટ ખાતે 51 હજાર રૂપિયાનું ગાયોનું ગમાણ, શ્રી ખોડિયાર ગૌશાળામાં 21.4 લાખનો ગાયનો શેડ, સિદ્ધાર્થ ગૌશાળામાં 3 લાખ રૂપિયાનો ગાયોનો શેડ બનાવડાવ્યો છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ સ્થળો જેવા કે વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલ, ટાટા કેન્સરના દર્દીઓ, આદિવાસી વિસ્તારમાં ખોરાક વિતરણ કરવામાં આવે છે. સવાસોથી વધારે અંધજનોને દર મહિને રાશન કીટ વિતરણ કરવામાં આવે છે. વર્તમાનમાં જ શ્રી અરિહંત કૃપા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ, સુરેન્દ્રનગરની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં દોઢસોથી વધુ બાળકો જે દૃશ્યમાન વિકલાંગતા ધરાવે છે અને થોડાક બહુવિધ વિકલાંગતા ધરાવે છે અને કેટલાક રહેવાસીઓ તો સંપૂર્ણપણે પથારીવશ છે ત્યાં સફરજન, કેળાની ચિપ્સ અને ગણવેશના 100 સેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જુલેશ તરુણભાઈ શાહ શ્રી અરિહંત કૃપા ફાઉન્ડેશનનાં સ્થાપક છે. જેઓ દિવસ રાત જોયા વગર સતત લોકોની સેવામાં પ્રવૃત રહે છે. તેમની સાથે અપૂર્વભાઈ, નીરવભાઈ, ચિરાગભાઈ, અલ્પાબેન, અમિતભાઈ, કૌશિકભાઈ, અજયભાઈ, હર્ષિલભાઈ, ગૌતમભાઈ, રેખાબેન, ભૂષણભાઈ, હિમાંશુભાઈ, ધીરજભાઈ અને સમગ્ર ટીમ તેમની સાથે આ કાર્યોમાં જોડાય છે. શ્રી અરિહંત કૃપા ફાઉન્ડેશન વિષે વધુ માહિતી માટે 91/4એ. શાલીમાર બિલ્ડીંગ. 6 રોડ, મરીન ડ્રાઈવ, મુંબઈ – 2, ઈમેલ- sakf2021@gmail.com , મો. 9987129318 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
શ્રી અરિહંત કૃપા ફાઉન્ડેશન(મુંબઈ)નાં અનેકવિધ સેવાકાર્યો
