ટાટા હોસ્પિટલમાં કેન્સર પિડીત બાળકોને રોજ તાજા ફળોની વહેંચણી કરવામાં આવી રહી છે. રાજકોટની સદભાવના ટ્રસ્ટની મદદથી શંખેશ્વરથી વિરમગામ સુધીના રોડની બંને બાજુએ ૨૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરી રહયાં છીએ. વિરાર વજરેશ્વરી રોડ ઉપર આવેલ મેઢા ફાટા ગામમાં એક ૩૦ વ્યકિતઓ માટે વૃધ્ધાશ્રમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં વિવિધ તાલુકાઓની ગૌશાળા અને પાંજરાપોળમાં પાણી માટે બોરવેલ, કુંવાઓ નિર્માણ કરવામાં આવ્યા છે સાથે તેમને ચારા તથા દવાઓ માટે સતત મદદ કરવામાં આવે છે. લમ્પી રોગના ઉપાય માટે ગુજરાત–કચ્છનાં ગાંધીધામમાં ૨૫ ડોકટરોની ટીમ મોકલી એક મહિનો ગૌમાતાની માટે કેમ્પ કરવામા આવ્યો હતો. જેનો લાભ આસપાસનાં અસંખ્ય ગામોમાં ગૌપાલકોએ લીધો હતો. પાલીતાણામાં આવેલ સરકારી શાળાનું રીનોવેશન તેમજ નવું બિલ્ડીંગ દાતાઓના સહકારથી કરવામાં આવ્યુ છે તથા સાથમાં જ નવઘણ ગૌશાળાનું નવ નિર્માણ તથા કાયમી લીલા ઘાસચારા માટે મદદ કરવામાં આવે છે. નવ નિર્મિત આશ્રય સ્થાન પાંજરાપોળ–શંખેશ્વરના લાભાર્થી દાતાશ્રી માતૃશ્રી સ્વ. વિમળાબેન ભુપતરાય દોશી પરીવાર (દાઠા નિવાસી) હસ્તે. જીવદયા પ્રેમી શ્રીમતી માલાબેન વિજયભાઈ દોશી (મુંબઈ)વાળા રહેશે. આ કાર્યક્રમનું સંચાલન સહયોગ ડી.કે. ગઢવી સાહેબ (સરપંચશ્રી—શંખેશ્વર ગામ) નો રહેશે. શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી શંખેશ્વર તીર્થના આજુબાજુના ૭ કિ.મી. વિસ્તારમાં માનવ સેવા ટ્રસ્ટ (સદભાવના વૃધ્ધાશ્રમ)નાં સહયોગથી વૃક્ષારોપણ કરીશું, જેમાં ૫૦૦ વૃક્ષોના દાતા સત્યેન્દ્ર પેકેજીંગ પ્રા.લી. (આણંદ) રહેશે. સંસ્થા દ્વારા શંખેશ્વરમાં બહેનોને આત્મનિર્ભર કરવા માટે સીલાઈ મશીન કલાસ ચાલે છે તેમજ સીલાઈ મશીન આપવામાં આવશે. આ સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ ગીરીશભાઈ જે. શાહ (સમસ્ત મહાજનના મેનગ ટ્રસ્ટી, મેમ્બરશ્રી–એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા), વિજયભાઈ ડોબરીયા (પ્રમુખશ્રી–સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ), મિતલ ખેતાણી (મેમ્બર નેશનલ એડવાઈઝરી કમિટી, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર અને પ્રમુખશ્રી—શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ), હરેશભાઈ વોરા તથા મહેન્દ્રભાઈ સંગોઈ (એન્કરવાલા અહિંસાધામ પાંજરાપોળ-કચ્છ) તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જયેશભાઈ શાહ(જરીવાલા) (મો.૯૯૨૦૪ ૯૪૪૩૩), ભરતભાઈ મહેતા (મો.૯૩૨૨૨ ૨૨૯૨૮), શ્રી અશોકભાઈ લોઢા (મો.૯૮૨૦૨ ૭૪૬૨૦), શ્રી હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦ ૪૩૨૭૨) તેમજ શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વ્રારા પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાવન ભૂમિમાં શ્રી શંખેશ્વર ગ્રામ પંચાયત સંચાલિત તથા સહયોગથી શ્રી શંખેશ્વર ગ્રામ્ય વિસ્તારના નિરાશ્રિત તથા અકસ્માતમાં ઘાયલ થયેલ અબોલ પશુઓના આશ્રય તથા નિભાવ માટે નવ નિર્મિત આશ્રય સ્થાન પાંજરાપોળ–શંખેશ્વરનું નિર્માણ થઈ રહેલ છે તેનું શુભ ઉદઘાટન તા. ૦૫/૦૩/૨૦૨૩ ને રવિવારના સવારે ૧૦–૦૦ થી ૧૨-૦૦ કલાકે શંખેશ્વર ગામ ખાતે કરાશે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, વિગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં ૨૦– ૩૦ ગામોનાં પશુઓનો સમાવેશ કરીને લગભગ ૧૫૦ થી ૨૦૦ ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવા હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વિગેરે જેમાં ૫ થી ૧૦ પાંજરાપોળોને લાભ મળે છે. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ૧૦ જગ્યાએ શેડ બનાવી આપવાનું કામ ચાલુ છે જેમાં ૩૦૦૦ થી વધુ જીવોનો સમાવેશ કરવામાં આવશે. શંખેશ્વર તેમજ નાલાસોપારામાં બહેનો આત્મનિર્ભર બને તે માટે ૧૦૦ બહેનોને સિલાઈ મશીનની ત્રણ મહિનાની ટ્રેનીંગ આપી તેમને સીલાઈ મશીન ભેટ કરવામાં આવ્યા જેથી તેઓ પોતે પોતાના પરીવારનું ભરણપોષણ કરી શકે. ૨૦૦ જરૂરતમંદ અપંગોને વ્હીલચેર તથા ટ્રાયસિકલ સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *