• સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વિગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં ૨૦- ૩૦ ગામોનાં પશઓનો સમાવેશ કરીને લગભગ ૧૫૦ થી ૨૦૦ ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવા હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વિગેરે જેમાં ૫ થી ૧૦ પાંજરાપોળોને લાભ મળે છે. બનાસકાંઠામાં આવેલા પુર સમયે અને રાજસ્થાનમાં દુષ્કાળનાં સમયગાળામાં પશુઓ માટે ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો.  મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ૧૦ જગ્યાએ શેડ બનાવી આપવાનું કામ ચાલુ છે જેમાં ૩૦૦૦ થી વધુ જીવોનો સમાવેશ કરવામાં આવશે. શંખેશ્વર તેમજ નાલાસોપારામાં બહેનો આત્મનિર્ભર બને તે માટે ૧૦૦ બહેનોને સિલાઈ મશીનની ત્રણ મહિનાની ટ્રેનીંગ આપી તેમને સીલાઈ મશીન ભેટ કરવામાં આવ્યા જેથી તેઓ પોતે પોતાના પરીવારનું ભરણપોષણ કરી શકે. ૨૦૦ જરૂરતમંદ અપંગોને વ્હીલચેર તથા ટ્રાયસિકલ સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે. નાલાસોપારામાં એકલા રહેતા વૃધ્ધ બીમાર, અસહાય ૧૩૫ વડીલોને છેલ્લા ૩૦ મહિનાથી ઘરે ઘરે ટિફીન સેવા સાથે વૈદ્યકીય સહાય સંસ્થાનાં દાતાઓનાં સહકારથી કાર્યરત છે. નાલાસોપારા અને વિરારમાં રસ્તે રખડતાં શ્વાન અને બિલાડીઓને રોજ દૂધ અને રોટલી આપવામાં આવે છે. કાંદીવલી અને નાલાસોપારામાં વિવિધ જગ્યાએ પક્ષીઓ માટે પાણીના કુંડા અને રોજની ૨૦૦ કિલો જુવાર, મકાઈની ૩૬૫ દિવસ સેવા ચાલુ છે. ગુજરાત અને મુંબઈમાં રહેતા આર્થિક રીતે નબળા જૈન સાધર્મિક પરિવારોની નિયમિત સારસંભાળ લઈ રહયાં છીએ. એમને દાતાઓનાં સહકારથી સાધર્મિક ભકિત કરી રહયાં છે. સંસ્થા આર્થિક રીતે અસક્ષમ રોગીઓ માટે દવા તથા વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મદદ કરી રહી છે. મુંબઈની ટાટા હોસ્પિટલમાં કેન્સર પિડીત બાળકોને રોજ તાજા ફળોની વહેંચણી કરવામાં આવી રહી છે. રાજકોટની સદભાવના ટ્રસ્ટની મદદથી શંખેશ્વરથી વિરમગામ સુધીના રોડની બંને બાજુએ ૨૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરી રહયાં છીએ. વિરાર વજરેશ્વરી રોડ ઉપર આવેલ મેઢા ફાટા ગામમાં એક ૩૦ વ્યકિતઓ માટે વૃધ્ધાશ્રમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં વિવિધ તાલુકાઓની ગૌશાળા અને પાંજરાપોળમાં પાણી માટે બોરવેલ, કૂવાઓ નિર્માણ ક૨વામાં આવ્યા છે સાથે તેમને ચારા તથા દવાઓ માટે સતત મદદ કરવામાં આવે છે. લમ્પી રોગના ઉપાય માટે ગુજરાત –કચ્છનાં ગાંધીધામમાં ૨૫ ડોકટરોની ટીમ મોકલી એક મહિનો ગૌમાતાની માટે કેમ્પ કરવામા આવ્યો હતો. જેનો લાભ આસપાસનાં અસંખ્ય ગામોમાં ગૌપાલકોએ લીધો હતો. પાલીતાણામાં આવેલ સરકારી શાળાનું રીનોવેશન તેમજ નવું બિલ્ડીંગ દાતાઓના સહકારથી કરવામાં આવ્યુ છે તથા સાથમાં જ નવઘણ ગૌશાળાનું નવ નિર્માણ તથા કાયમી લીલા ઘાસચારા માટે મદદ કરવામાં આવે છે. તાજેતરમાં જૈન તીર્થ શંખેશ્વરમાં પશુ આશ્રય સ્થાન (પાંજરાપોળ)નું ઉદઘાટન કરવામાં આવ્યું. શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)નાં જયેશભાઈ જરીવાલા હસ્તક કાર્યરત સંસ્થાના અનેકો એવોર્ડ્સ અને સન્માનો મળી ચુક્યા છે. દર વર્ષે આયોજિત થનાર પશુ કેમ્પમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હાલના ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રીમતી મેનકા ગાંધીની શુભેચ્છાઓ મળી હતી. શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)ના શ્રી જયેશભાઈ શાહ(જરીવાલા) (મો.૯૯૨૦૪ ૯૪૪૩૩)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *