ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા બકરી ઈદ નિમીતે જીવરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે દાતાઓની અંતરની અનુમોદના જેમના સહયોગથી નાના—મોટા ૫૫૦૦ થી વધારે જીવોને જીવતદાન આપવામાં આવેલ. જે એક જીવનો નિભાવ ખર્ચ રૂા. ૪૦૦૦/– થાય છે. બકરી ઈદ નિમીતે છોડાવેલ જીવોને પાંજરાપોળમાં તેમનો નિભાવ તેમજ અભયદાનનો લાભ આપી શકો છો. ૧૧ જીવ નો ખર્ચ રૂા. ૪૪,૦૦૦/-, ૨૭ જીવનો ખર્ચ ૧,૦૮,૦૦૦/–, ૫૧ જીવનો ખર્ચ ૨,૦૪, ૦૦૦/– થાય છે.

જીવ છોડાવવા માટે શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, કોટક મહિન્દ્રા બેંક લી., એસવીપી શાખા, મુંબઈ-૪૦૦૦૦૪, કરન્ટ એકાઉન્ટ ન.૨૫૧૩૧૧૭૪૧૧, આઈ.એફ.એસ.સી. કોડ-KKBK0000666 માં ડાયરેકટ બેંકમાં પણ રકમ જમા કરાવી શકો છો.

બકરી ઈદ નિમીતે જીવરક્ષા અભિયાન અંગેની વિશેષ માહિતી માટે જયેશભાઈ શાહ(જરીવાલા) (મો.૯૯૨૦૪ ૯૪૪૩૩), હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦ ૪૩૨૭૨), મનીષભાઈ (મો.૯૮૨૦૦ ૪૩૪૨૧), અશોકભાઈ (મો.૯૮૨૦૨ ૭૪૬૨૦), હિમાંશુભાઈ (મો.૯૩૨૩૦૨૭૧૧૭), સિધ્ધાર્થભાઈ (મો. ૯૮૨૦૫ ૨૩૫૬૮) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *