- રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર ના જીવદયા પ્રેમીઓ એનિમલ હેલ્પલાઇન ના ઉપક્રમે કરશે અભિવાદન
- સમગ્ર ભારત વર્ષમાં જયેશભાઈ તથા સાથી ટીમ દ્વારા કરોડો રૂપિયા ના જીવદયા તથા માનવતા ના સત્કાર્યો કરાયા
ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું અનુસરણ કરવા પૂર્વક શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ(મુંબઈ) દ્વારા અનેકવિધ, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, જીવદયા, ગૌસેવા, મેડિકલ તથા સમાજો ઉપયોગી પ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. અત્યાર સુધી માં સમગ્ર ભારતવર્ષમાં શ્રી આદિજિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમ થી કરોડો રૂપિયા ના જીવદયા અને માનવતા ના સત્કાર્યો કરાયા છે.
શરૂઆતના લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળામાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ–અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ર૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧ર,૦૦૦/– રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરી છે. આ વર્ષનાં શરૂઆતમાં નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પ વલસાડ જીલ્લામાં નાનામોટા તાલુકા કપરડા રાખેલ. જેમા પ૦ ગામોના લગભગ હજારોની સંખ્યામાં સારવાર તેમજ ૧૦૦ થી વધુ પશુઓને સર્જરી કરવામાં આવેલ. આ માટે ગુજરાતના જીલ્લાના વેટરનરી ડોકટરોનો સાથ સહકાર મળેલ, જેને લીધે આટલો વિશાળ મેગા કેમ્પ શકય બન્યો. વર્ષ દરમ્યાન ગુજરાત રાજયમાં પાંજરાપોળમાં પશુઓની સંખ્યા વધતા તેમને શેડ બનાવી આપવા, પાણીનો અવેડો વિગેરે આ વર્ષ દરમ્યાન ૧૬ નવા શેડ બની ચુકેલ છે. જેમાં ર૦૦૦ થી વધુ પશુઓનો સમાવેશ થશે. લોકડાઉનથી અત્યાર સુધી સુરેન્દ્રનગર જીલ્લાનાં રણ વિસ્તાર પાટડી તાલુકામાં વિચરતી જાતીના પરીવારનો ત્યાંની સંસ્થા સાથે મળીને શિવણ તાલીમ સ્વાવલંબન માટે શીવણ કલાસીસથી પોતે પગભર ઉભા રહે તેનો પ્રયાસ તેમજ તે માટે કામ કરી રહયાં છીએ. પાલીતાણા તાલુકામાં આવેલ રઘોળા ગામમાં સ્કૂલમાં જે સ્કૂલનું રીનોવેશન તેમજ નવા રૂમ બાળકો માટે ભણવા માટે જરૂરી હતા. તે અમારી સંસ્થા હાથમાં લઈ તમામ સ્કૂલની જરૂરીયાત તેમજ નવી સ્કૂલ બનાવીને આપી છે. લોકડાઉનમાં સાધાર્મિક ભાઈઓને તકલીફ ઘણી પડેલ, તેમાંથી બહાર લાવવા માટે બનતી એવી સહાય કરી છે.
જયેશભાઈ શાહ (જરીવાલા)ને તેમની અવિરત સમાજ સેવા બદલ મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર(સમાજ રત્ન એવોર્ડ) પ્રાપ્ત થયો છે. જયેશભાઈ શાહ (જરીવાલા) સમાજ સેવા તરફ કાયમી અગ્રેસર રહ્યા છે. તેમની સમાજ પ્રત્યેની આ અવિરત નિષ્ઠા અને ખંત બદલ મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. પશુને જરૂરીયાત મુજબ વૃક્ષારોપણ, ઘાસચારો વાવેતર દ્વારા ખેડૂતોને મદદરૂપ થાય છે. જેના દ્વારા પર્યાવરણ સુધારવામાં પણ અગ્રેસર રહ્યા છે. માનવ સેવામાં મુંબઈની મોટી મોટી હોસ્પિટલમાં દવાઓની સેવા, ટીફીન સેવા અને જરૂરીયાત મુજબનાં મેડીકલને અને લેબોરેટરીને લગતા સાધનોની પણ સહાય આપે છે. કોલ્હાપુર મહારાષ્ટ્રનાં પૂર્વ મંત્રી ભર્મું અન્ના પાટીલે આદિ જીન ટ્રસ્ટનાં જયેશભાઈ શાહ (જરીવાલા)ને તેમની અવિરત સમાજ સેવા બદલ સમાજ રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કર્યા. આ અંગે જયેશભાઈ જણાવે છે કે આ એમનાં માટે તેમજ આદિ જીન ટ્રસ્ટનાં સમગ્ર પરિવાર માટે અત્યંત ગર્વપૂર્ણ બાબત છે. આ તકે તેઓ ખુબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે તેમજ ભવિષ્યમાં પણ પોતાનાં સેવાભાવી સાથી મિત્રો સાથે મળીને આવી જ રીતે અવિરત સમાજ સેવાનાં કાર્યો કરશે અને સમાજને ઉજળું બનાવવામાં પોતાનો ફૂલ નહી તો ફૂલની પાંખડી જેટલો સહયોગ અવશ્ય આપી શકશે તેવી આશા સેવી રહ્યા છે. અત્રે ઉલેખ્ખનીય છે કે રાજકોટની શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન સંસ્થાનાં સથવારે રહી સંસ્થાનાં ધીરુભાઈ કાનાબાર, મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર દ્વારા સુચવવામાં આવેલા વિવિધ ગૌશાળા-પાંજરાપોળો માટે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ખાતે શેડ, અવેડો-ચબુતરો, ગમાણ, ઘાસચારો સહીતનાં અનેક વિધ સત્કાર્યો માટે પણ અંદાજે 25 લાખ રૂપિયાની રકમ જયેશભાઈ શાહ (જરીવાલા)(મો૯૯૨૦૪૯૪૪૩૩) છેલ્લા દોઢેક વર્ષમાં ફાળવવામાં આવી છે. શ્રી આદિજિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ ના જયેશભાઈ જરીવાલા (મુંબઈ) તથા સાથી ટીમ રવિ-સોમ સૌરાષ્ટ્ર ની મુલાકાતે રવિવારે આવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર ના જીવદયા પ્રેમીઓ એનિમલ હેલ્પલાઇન ના ઉપક્રમે અભિવાદન કરાશે શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ શાહ, દિનેશભાઈ જૈન અને મનીષભાઈ શાહ સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવાના છે.