ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરી પૂર્વક શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના અમરાવતી ખાતે ગોકુલમ્ ગૌરક્ષા સંસ્થા તેમજ લાભાર્થી પરિવાર શ્રીમતી માલાબેન વિજયભાઇ દોશી અને શ્રીમતી મીરાબેન હેમીરભાઈ દોશીના સહયોગથી૨૨મા નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. દેશભરમાંથી 250થી વધુ પશુ ચિકિત્સકોએ સેવા દ્વારા વિવિધ પશુઓના રોગનું નિદાન કરીને પશુપાલકોને ઔષધ ઉપચાર ઉપલબ્ધ કરાવ્યા હતા. ગોકુલમ ગૌરક્ષાના પ્રમુખ શ્રી હેમંત મુરકેજી તેમજ તેમની ટીમ દ્વારા આ એક દિવસીય પશુ નિદાન કેમ્પ કરવામાં આવ્યો. આ એક દિવસીય પશુ નિદાન કેમ્પ માટે ગોકુલમ ગૌ રક્ષા ની ટીમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેના કારણે આસપાસના ગામડાઓમાંથી પશુ પાલકોએ પોતાના પશુઓની બીમારીનું નિદાન કરવા માટે નોંધણી કરવી હતી, આ ઉપરાંત કેમ્પના સમયે આવેલા પશુપાલકોને તા. 20 ડિસેમ્બરના રોજ ચિકિત્સા સેવા આપવામાં આવી હતી. ગૌ આધારીત પંચગવ્ય પ્રોડકટસ કે જેનાથી કોઈ આડઅસર થતી નથી , અલગ અલગ રોગો જેવા કે કેન્સર, સાંધાના દુઃખાવા, મણકાના દુઃખાવાથી બચવા ખૂબ ઉપયોગી છે, તેના સ્ટોલ તથા ફૂટ ફેસ્ટીવલ સ્ટોલ નાંખવામાં આવ્યા હતા જે દ્વારા કેમ્પમાં ઉપસ્થિત રહેનાર લોકોને આ અંગેની માહિતી આપવામાં આવી. જીવદયાના આ મેગા કેમ્પને શુભેચ્છા પાઠવવા માટે સમગ્ર ભારતમાંથી વિવિધ મહાનુભાવો તેમજ જીવદયાના અનેકવિધ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા . કેમ્પમાં માંદા પશુની સારવાર, પ્રજનન સંબંધી બીમારીની સારવાર, કૃમિનાશક ઉપચાર (ડી-વોર્મિંગ), રક્ત પરીક્ષણ સોનોગ્રાફી, શસ્ત્રક્રિયા (સર્જરી કોઈપણ પ્રકારની ગાંઠ, હરણીયા, પ્લાસ્ટીક કોથળી, આંખ, શીંગડાનું કેન્સર, હાડકાનું ફેંક્ચર ઈત્યાદી) સહીતની સારવાર નિઃશુલ્ક કરાઇ હતી. સાથમાં પશુઓ માટે જયપુર ખાતે ફુટ કેમ્પ પણ યોજાયો હતો. ગોકુલમ ગૌરક્ષા દ્વારા આ અગાઉ 21 પશુ નિદાન કેમ્પ કરવામાં આવેલા છે. આ નિદાન કેમ્પમાં સારવાર કરવામાં આવેલા પશુઓની સારસંભાળ તેમજ દવાની જવાબદારી ગોકુલમ ગૌરક્ષાના આયોજકો ઉપાડી હતી. ગોકુલમ ગૌ રક્ષા સંસ્થામાં હાલમાં 350 ગૌમાતા છે. અત્યાર સુધીમાં 3500 ગૌમાતા પર ઉપચાર કરવામાં આવ્યો છે,જેમાંથી 375 ગૌમાતાને સારવાર બાદ કિસાનોને સોંપવામાં આવી હતી. ગોકુલમ ગૌ રક્ષા દ્વારા આયોજિત આ નિદાન કેમ્પમાં વિવિધ કારણોસર પોતાનો પગ ગુમાવેલ પશુને જયપુર ‘ફૂટ’ લગાડવામાં આવ્યા હતા. આ કેમ્પમાં રાજકોટની કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈનની ડોકટરોની ટીમ તેમજ નાગપુર અને અકોલા કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં પશુ ચિકિત્સકોની ટીમ હાજર રહી હતી. આ કેમ્પમાં ગીરીશભાઈ શાહ (ટ્રસ્ટી, સમસ્ત મહાજન, મુંબઈ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય) , કીર્તિભાઈ શાહ (ટ્રસ્ટી, શ્રી ગોદીજી જૈન મંદિર, મુંબઈ) , શ્રેયાંશભાઈ (ટ્રસ્ટી, શ્રી બાબુ અમીચંદ પન્નાલા જૈન મંદિર, વાલકેશ્વર, મુંબઈ),પરેશભાઈ શેઠ (નંદપ્રભા પરિવાર, મુંબઈ), મહેન્દ્રભાઈ સંગોઈ (ટ્રસ્ટી, એન્કર વાલા અહિંસા ધામ, કચ્છ), મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરેન્દ્રભાઈ કાનાબાર , રમેશભાઈ ઠક્કર, શ્રીમતી રેણુકાબેન ઠક્કર(કરુણા ફાઉન્ડેશન- એનિમલ હેલ્પલાઇન,રાજકોટ) હરેશભાઈ વોરા (પ્રમુખ – અહિંસાધામ, કચ્છ),વિજયભાઇ વોરા, દેવેન્દ્રભાઈ જૈન, પરેશભાઈ શાહ , નીલેશભાઇ રાયચૂરા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ શાહ(જરીવાલા) , ભરતભાઈ મહેતા, અશોકભાઈ લોઢા, મનીષ શાહ, આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ તેમજ ડૉ. હેમંત મુરકે, વિનય બોથર, દેવદત શર્મા, હિતેશ સંઘવી, ચિંતન અદાણી , સાગર સાવલા , નીલેશ રાયચૂરા , મોસમીબેન શાહ , બેલાબેન મહેતા, ડૉ. સુનિલ સૂર્યવંશી, વિજય શર્મા,ડૉ કરુણા મુરકે, જસવંતરાજ લુનીયા, ડૉ. વેદાંત અને ડૉ. ભક્તિ મુરકે સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.