 રવિવાર તા.03/04/2022ના રોજ પશુ નિદાન કેમ્પ યોજાશે.

ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારીના ચિખલી ગામ ખાતે 23મા નિ:શુલ્ક પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ કેમ્પ દરમિયાન 15 જેટલા ગામોના 1000 જેટલા પશુઓને સારવારનો લાભ મળશે. વેટરનરી કોલેજ અને પોલીક્લીનીકના ડોકટરો તેમજ રાજકોટની એનિમલ હેલ્પલાઈનના ડોકટરો અને તેમના મદદનીશો સેવા આપશે. આ નિ:શુલ્ક પશુ ચિકિત્સા શિબિરનું આયોજન ગામ ચિખલી (નવસારી) ખાતે રવિવાર તા.03/04/2022ના રોજ સવારે 9:30 થી સાંજના 5:30 દરમિયાન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમ્યાન હોર્ન કેન્સર , હરનીયા, પ્લાસ્ટિક રિમૂવલ, ગાઈનેક, ઓર્થોપેડિક જેવી સર્જરી કરવામાં આવશે. આ પશુ નિદાન કેમ્પનું આયોજન શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીમતી અરુણાબેન શાંતિભાઈ શાહ તથા પરિવાર (જસપરા) , શ્રીમતી પ્રજ્ઞાબેન દીપકભાઈ શાહ તથા પરિવાર (પાટણ), શ્રીમતી હંસાબેન મનહરભાઈ શાહ તથા પરિવાર (પાટણ), શ્રીમતી ભારતીબેન અરુણભાઈ સંઘવી તથા પરિવાર (વાલકેશ્વર, મુંબઈ)નાં સહયોગથી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જોડાવવા તેમજ વધુ માહિતી મેળવવા માટે જયેશભાઈ શાહ (જરીવાલા) (મો. 9920494433) , હિતેશ સંઘવી (મો. 98700 43272)નો સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *