
ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ગૌમાતાનાં શેડનું ભૂમિ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. “શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ”, મુંબઈ દ્વારા ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’ ખાતે ગૌમાતા શેડના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગૌપ્રેમીઓ અને ગૌ સેવકોને આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો સાથે હાજર રહીને કાર્યક્રમને માણવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ શાહ દ્વારા ભૂમિપૂજનનું કાર્યક્રમ થશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ગૌશાળા મહાસંઘ, મહારાષ્ટ્રનાં વિજયભાઈ વોરા અને ડૉ. સુનિલ સૂર્યવંશી હાજરી આપશે. કાર્યક્રમ ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’, સુરાબર્ડી, ચાર ગાંવ, નાગપુર ખાતે 19 માર્ચના રોજ રવિવારે સાંજે 4 વાગ્યે રાખવામાં આવ્યો છે. સૌ ને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેમજ વિશેષ જાણકારી માટે આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ જરીવાલા (મો. 9920494433) ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’નાં અધ્યક્ષ પ્રદીપભાઈ કશ્યપ(મો. 9422101911) , સચિવ પ્રવીણભાઈ કુલકર્ણી(મો. 9326439278) અને કોષાધ્યક્ષ અર્જુનભાઈ યાદવ(મો. 7776018834) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.