ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ગૌમાતાનાં શેડનું ભૂમિ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. “શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ”, મુંબઈની પ્રેરણાથી નંદપ્રભા પરિવાર દ્વારા ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’ નાગપુર માટે અનુદાન કરાયું. નંદપ્રભા પરિવાર દ્વારા વડીલ ધીરુભાઈ નંદલાલ શેઠની 11મી પુણ્યતિથિ નિમિત્તે નંદપ્રભા પરિવારે શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થાને પાણીનાં કુંડ માટે અનુદાન કર્યું હતું.
“શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ”, મુંબઈની પ્રેરણાથી નંદપ્રભા પરિવાર દ્વારા ‘શ્રી કૃષ્ણ ગૌસેવા સંસ્થા’ નાગપુર ખાતે પાણીના કુંડ માટે અનુદાન કરાયું
