ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા પૂર્વક શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના અમરાવતી ખાતે ગોકુલમ્ ગૌરક્ષા સંસ્થાના સહયોગથી ૨૨મા નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ દરમ્યાન આશરે ૨૫ થી ૩૦ ગામના અંદાજીત ૨૦૦૦ પશુઓને સારવારનો લાભ મળશે. વેટરનરી કોલેજ તેમજ પોલીકલીનીક ના ૧૫૦ ડોકટરો તેમજ રાજકોટથી એનીમલ હેલ્પલાઈનના ડોક્ટરો તેમજ તેમના મદદનીશો સેવા આપશે. જીવદયાના આ મેગા કેમ્પને શુભેચ્છા પાઠવવા માટે સમગ્ર ભારતમાંથી રાજકીય ક્ષેત્રના વિવિધ મહાનુભાવો તેમજ જીવદયાના અનેકવિધ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેશે. કેમ્પમાં માંદા પશુની સારવાર, પ્રજનન સંબંધી બીમારીની સારવાર, કૃમિનાશક ઉપચાર (ડી-વોર્મિંગ), રક્ત પરીક્ષણ સોનોગ્રાફી, શસ્ત્રક્રિયા (સર્જરી કોઈપણ પ્રકારની ગાંઠ, હરણીયા, પ્લાસ્ટીક કોથળી, આંખ, શીંગડાનું કેન્સર, હાડકાનું ફેંક્ચર ઈત્યાદી) સહીતની સારવાર નિઃશુલ્ક કરાશે. સાથમાં પશુઓ માટે જયપુર ફુટ કેમ્પ પણ યોજાશે. સાથમાં જ અલગ અલગ રોગો જેવા કે કેન્સર, સાંધાના દુઃખાવા, મણકાના દુઃખાવાથી બચવા માટે ગૌ આધારીત પંચગવ્ય પ્રોડકટસ કે જેનાથી કોઈ આડઅસર થતી નથી તેના સ્ટોલ તથા ફૂટ ફેસ્ટીવલ સ્ટોલ નાંખવામાં આવશે જે દ્વારા કેમ્પમાં ઉપસ્થિત રહેનાર લોકોને આ અંગેની માહિતી આપવામાં આવશે. રવીવાર તા. ૧૯/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૯ થી ૫-૩૦ સુધી ગામ અમરાવતી (મહારાષ્ટ્ર) ખાતે યોજાયેલા આ મેગા, નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પને સફળ બનાવવા શ્રી જયેશભાઈ શાહ(જરીવાલા) (મો.૯૯૨૦૪ ૯૪૪૩૩), ભરતભાઈ મહેતા (મો.૯૩૨૨૨૨૨૯૨૮), શ્રી અશોકભાઈ લોઢા (મો.૯૮૨૦૨ ૭૪ ૬૨૦), શ્રી હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦ ૪૩૨૭૨) તેમજ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *