• શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન, ભકિત સંધ્યા તથા નવા ટ્રસ્ટીઓનો સત્કાર સમારંભ, જીવદયા સંમેલન

ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા અને નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા તા.૦૬/૧૧/૨૦૨૨, રવીવારે, સાંજે ૬–૦૦ થી ૧૦-૦૦ કલાક સુધી શેણી મેમોરીયલ ટ્રસ્ટ(એનીમલ હેલ્પલાઈન શેલ્ટર), શ્રેયસ સ્કૂલની બાજુમાં, નાગેશ્વર તીર્થની સામે, શેઠનગર પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે નુતન વર્ષ સ્નેહમિલન, ભકિત સંઘ્યા તથા નવા ટ્રસ્ટીઓનો સત્કાર સમારંભ અને જીવદયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટના નવા ટ્રસ્ટીઓ શ્રી ગૌરાંગભાઈ ઠકકર તથા શ્રી પારસભાઈ મહેતાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો છે.

આ પ્રસંગે ભકિત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ ભટ્ટ, નિરૂ દવે, અવધ ભટ્ટ તથા સાથી કલાકારો (જુનાગઢ)વાળા ભજન સંધ્યા ‘વિજળીનાં ચમકારે’ પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ કાર્યક્રમમાં પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી(હિન્દુ ધર્માચાર્ય મહાસભા) દ્વારા આર્શીવચન પાઠવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા દર માસે ૯૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની ૧૦ એમ્બ્યુલન્સ અને ૨ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા સ્થળ પર જ નિઃશુલ્ક સારવાર, ૧૨૦૦ જેટલા બીમાર, ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, પશુ-પક્ષીઓ માટે રોજીંદુ હરતું–ફરતું અન્નક્ષેત્ર, ઋતુ અનુસાર પક્ષીઓને દરરોજ ૩૦૦ કિલો ચણ, ૭૦૦ શ્વાનોને દરરોજ ૨૫૦ લીટર દુધ અને ૫૦ કિલો લોટની રોટલી, કિડીઓને દરરોજ ૧૫ કિલો કીડીયારૂ, માછલીઓને દરરોજ ૪૦ કિલો લોટની ગોળી, ખિસકોલીઓને દરરોજ ૩૦ કિલો મકાઈના ડોડા ખવડાવવા વિગેરે જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. સંસ્થાની સમગ્ર પ્રવૃતિઓ અંગે વિજયભાઈ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ)નો સતત સહયોગ મળી રહયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ઘનશ્યામભાઈ ઠકકર, ધીરેન્દ્રભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમની વિશેષ વિગતો માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *