 સૌ વિજેતાઓને આર્કષક ગીફ્ટ અપાશે.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી, ચકલીના માળા, પાણીના કુંડા, રામપાતરનું છેલ્લા ૭ વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ—પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ ગ્રુપના સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.પ ફુટ, વજન આશરે ૩૦ કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દ૨રોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. ‘વહેલા તે પહેલા’ ના ધોરણે વિનામુલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). કુંડી મેળવવા માટે મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મોઃ૯૯૯૮૦૩૦૩૯૩) પર સંપર્ક કરવો.
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન દ્વારા ‘કરૂણા સેલ્ફી કોન્ટેસ્ટ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરીકોએ કરેલ જીવદયા કાર્યમાં પોતાનાં વિસ્તારમાં મુકેલ ગૌમાતા માટેની પાણી પીવાની કુંડી, ચકલીના માળા કે પક્ષીને પાણી પીવા માટેના કુંડા (વાસણ) સાથેની એક સેલ્ફી પાડી પોતાના સોશ્યલ મીડીયાની ટાઈમલાઈનમાં મૂકી #SaveSparrow #SaveBirds #HomeforSparrow, #PleasePutWaterForBirds @Karunafoundation નાં ઈસ્ટાગ્રામ પેઈજ અને Animal helpline – Karuna Foundation ફેસબુકના પેજ પર કોમેન્ટ બોકસ અથવા મેસેજ બોકસમાં મોકલવાની રહેશે. સૌને આકર્ષક ગીફટ આપવામાં આવશે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઈ કાનાબાર, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહીતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *