રવિવારે તા. ૩૦નાં રોજ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાની ઉપસ્થિતિમાં જીવદયા શ્રેષ્ઠીઓની મીટીંગ યોજાશે.
મહંત શ્રી અખંડઆનંદ ભારતી બાપુ (ઉપલેટા મોજ આશ્રમ), ગુરૂશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર વિધ્વંભરભારતી બાપુ (ભારતી આશ્રમ, જુનાગઢ સરખેજ) વર્તમાન આશ્રમ શ્રી અખંડઆનંદ ભારતી બાપુ આણંદપર કામધેનુ ગૌશાળા ગુરૂકૃપા આશ્રમ, આણંદપર–નિકાવા હાઈવે ખાતે લુલી લંગડી–અસહાય ગૌમાતાઓની સેવા થઈ રહી છે ગૌશાળામાં ગૌમાતાનો નિભાવ થઈ રહયો છે. ગૌબર અને ગૌમૂત્રમાંથી પંચગવ્ય ઉત્પાદનો બનાવવામાં આવી રહયાં છે. રાધાનંદ ભારતીજી ગુરૂશ્રી અખંડઆનંદ ભારતી બાપુ (મોજ આશ્રમ ઉપલેટા) દ્વારા પંચગવ્ય ઉત્પાદન કરવાનું કાર્ય કરી રહયા છે. અયોધ્યા અને ઉત્તરપ્રદેશમાં ઘણાબધા પંચગવ્યો ઉત્પાદનના કાર્યો રાધાનંદ ભારતીજીએ કર્યા છે તથા ગૌકથાઓના માધ્યમથી લોકોને જાગૃત કરવા, ગૌસેવા માટે પ્રેરીત કરવા, કિશાન ભાઈઓને ગૌમાતથી જોવા, ગૌરક્ષા આંદોલન કરવા, ગૌરક્ષામાં સહભાગી થવા, પંચગવ્યના ઉત્પાદન થકી તેનું વેંચાણ કરવા તથા કથાઓના માધ્યમથી ગૌશાળાઓને આર્થિક સહાય તથા સ્વાવલંબી કરવા તથા દરેક સ્કૂલ, કોલેજોમાં જઈને શહેર કાવ તથા ગામડાઓમાં જઈને ગૌમાતાનું મહત્વ સમજાવીને ગૌપ્રોડકટસ વાપરવા સમજાવવા, દેશી ગૌમાતાઓને
બચાવવા જનજાગૃતિ કરવાનો રાધાનંદ ભારતીજીનો મુખ્ય ધ્યેય છે. રવિવારે તા. ૩૦ નાં રોજ સાંજે ૫-૦૦ કલાકે, શ્રી કામધેનુ ગૌશાળા, શ્રી ગુરૂકૃપા આશ્રમ (હનુમાનધાર), રાજકોટ-કાલાવડ રોડ, મું. આણંદપર, તા. કાલાવડ, જી. જામનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, જાહેર જીવનના અગ્રણી મુરલીભાઈ દવે, વરિષ્ઠ અગ્રણી ભરતભાઈ મહેતા, શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠકકર, એનીમલ હેલ્પલાઈનના ધીરૂભાઈ કાનાબાર, પ્રતિક સંઘાણી સહિતની ઉપસ્થિતિમાં જીવદયા શ્રેષ્ઠીઓની મીટીંગ યોજાશે.
શ્રી ગોપાલા ચેરીટેબલ ટ્રસ્ટ—શ્રી કામધેનુ ગૌશાળા, રાજકોટ-કાલાવડ રોડ-આણંદપરમાં આવેલ કામધેનુ ગૌશાળામાં અંધ–અપંગ–અશકત—ગૌમાતાની સેવા થાય છે. પ્રાચીન કાળથી જ ગાયને માતાનો દરજજો પ્રાપ્ત થાય છે. ગાયને ખુબ જ પવિત્ર અને પુજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયની પુજા કરનારને બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ જાય છે તેથી જ આજના આ કળયુગમાં પણ ગાયની પુજા, સેવા અને ગાય માટે આપણાથી બનતુ કઈક કરી છૂટવાની ભાવનાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કહેવાય છે કે ગાય એ સકારાત્મક ઉર્જાનો વધારો કરે છે અને તેનુ દુધ, ગૌમત્ર, ગોબર વગેરે કેન્સર જેવા રોગો સામે પણ રક્ષણ આપે છે જે ખરેખર ચમત્કાર કહી શકયા. મહાભારતના રાજા યુધિષ્ઠિર ગાયના દુધને અમૃત તુલ્ય માન્ય છે. યશે જયારે પ્રશ્ન પૂછયો કે પૃથ્વીનું હું અમૃત કહયું છે. ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ગાયનુ દુધ એક માત્ર પૃથ્વી પરનુ અમૃત છે. આમ પુરાતન કાળથી ગાયને સર્વોપરી માનવામાં આવી છે
પ્રાચીન કાળમાં ઘરે ઘરે ગાય પાળવામાં આવતી, પરંતુ આજના યુગમાં એ શકય નથી જેને કારણે ગૌપ્રેમી વ્યક્તિઓ ગૌપુજનથી વંચતી રહે છે. આપણે કદાચ કોઈ ગાયને ખરીદીને ગૌશાળામાં ન આપી શકીએ પણ ગાયનો નિભાવ ખર્ચ [ આપીને આ સમાજ સેવાના કાર્યમાં આપણો અમુલ્ય ફાળો આપી કૃતાર્થ થઈને તો જ અમુલ્ય માનવ દેહ સાર્થક થયો કહેવાય. કામધેનુ ગૌશાળાઓની સેવાકીય પ્રવૃતિઓમાં સર્વરોગ નિદાન કેમ્પ, બટુક ભોજન, પથીકાશ્રમ, પક્ષીઓને ચણ, વૃક્ષારોપણ, વટેમાર્ગનીસેવા વિગેરે અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવ છે. કામધેનુ ગૌશાળાનો એક દિવસનો નિભાવ ખર્ચ રૂા.૨૧૦૦ (કોઈપણ તિથી નિમીતે), એક ગૌમાતાનો એક મહિનાનો ખર્ચ રૂા. ૨૧૦૦, એક ગૌમાતાનો એક વર્ષનો ખર્ચ રૂા. ૨૧૦૦૦, લીલા ઘાસની રીક્ષા અંદાજીત ૫૦ મણ રૂા. ૩૦૦૦, લીલાઘાસની મેટાડોર અંદાજીત ૧૦૦ મણ રૂા. ૫૧૦૦૦, આજીવન તિથી નિમીતે નિરણ માટે રૂા. ૨૧૦૦૦ આપી શકાય છે. આ સંસ્થામાં આપવામાં આવતુ દાન કલમ ૮૦-જી હેઠળ કરમુકત છે. સંસ્થાની બેંક વિગત, એકસીસ બેંક, મેટોડા જી.આઈ.ડી.સી. શાખા, રાજકોટના ખાતા નં.૯૧૫૦૨૦૦૧૬૩૭૦૦૪૦ તથા IFSC Code : UTIB0000809, Micr Code : 360211003 પર આપી શકાય છે.
કામધેનુ યુવા ગ્રુપ, શ્રી કામધેનુ ગૌશાળા, શ્રી ગુરૂકૃપા આશ્રમ (હનુમાનધાર), રાજકોટ–કાલાવડ રોડ, મું. આણંદપર, તા. કાલાવડ, જી. જામનગર, મો. ૯૮૭૯૨ ૪૮૯૧૦, ૮૧૪૧૬ ૨૩૯૧૦