• પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુના આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી–રાજકોટ દ્વારા પ.પૂ. શ્રી પતીત પાવન ભગવાનની જન્મજયંતી નિમીતે, ગલ્તાજી—જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ-સંતોનો ભંડારો યોજાશે.
  • સાધુ –સંતો કો ખાતે હુએ દેખતા હું તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હું– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર.
  • પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન.
  • શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજી બાપુનો આશ્રમ) રાજ્કોટનો અનન્ય સહયોગ

પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી સદ્ગુરૂદેવ શ્રી પતીત પાવન ભગવાનનાં આર્શીવાદ તથા પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુ તથા પરમ પૂજ્ય મહા મંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુની પ્રેરણાથી, પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની આજ્ઞા તેમજ પ્રણાલિકા મુજબ મુજબ પ.પૂ. શ્રી પતીત પાવન ભગવાનનો અષાઢ વદ બીજ નાં દિવસે ખૂબ જ ધામધુમ તથા હર્ષોલ્લાસ સાથે ભંડારો (સાધૂ –ભોજન) કરાવવામાં આવશે. પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસ બાપુની આજ્ઞા તથા પ્રણાલિકા મુજબ થતાં આ ભંડારાનું ઘણું જ મહત્વ છે. સર્વે ગુરૂભાઈઓ–બહેનો તથા ગુરૂભકતજનોનાં સાથ સહકારથી, અષાઢ વદ બીજ, તા.૧૫/૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ શ્રી કનક બિહારી મંદિર, ગલ્ત્તા ગેઈટ, જયપુર (રાજસ્થાન) ખાતે થનાર આ ભંડારામા સેંકડો સાંધુ —સંતો પધારશે, તેમજ મોટી સંખ્યામાં ગુરૂભાઇઓ–બહેનો પણ મહાપ્રસાદનો અલભ્ય લાભ લેશે. સમગ્ર આયોજન અંગે રાજકોટ–(શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ,પૂ.શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) નો સહયોગ મળી રહયો છે. સમગ્ર આયોજનમાં દાતાઓનો સહયોગ મળ્યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી–રાજકોટનાં સુરેશભાઈ ગોળવાળા (મો. ૯૯૨૪૨ ૪૨૭૦૦), ગીરીશભાઈ વસાણી (મો. ૯૯૨૪૪ ૦૦૧૦૮), કનુભાઈ રાચ્છ (મો. ૯૮૨૪૫ ૪૬૩૮૫) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે શ્રી પતીત પાવન ભગવાન સેવા સમીતી (મોઃ ૯૯૨૪૨ ૪૨૭૦૦) પર સંપર્ક કરવો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *