
શ્રી મહેંદીપુર બાલાજી ધામ,સુરત ખાતે ‘ગાય આધારિત રોજગાર કાર્યક્રમ’ યોજાયો હતો,જેમાં મુખ્ય વક્તા તરીકે મા.વલ્લભભાઈ કથીરિયા (ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ પ્રમુખ – રાષ્ટ્રીય કામધેનુ આયોગ) હાજર રહ્યા હતા.
ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, ગાય આધારિત અર્થવ્યવસ્થાને વેગ મળતા ખેડૂતો, ગૌ ઉત્પાદકો અને ગૌ સેવકોને લાભ મળશે. ગાયના પંચગવ્યોમાંથી હાલમાં 300 થી વધારે ગૌ પ્રોડક્ટ્સ જેવી કે, મૂર્તિઓ અને વંદનવાર, સ્વસ્તિક ચિન્હ, સંબરની કપ, પેપર વેટ , હવન સામગ્રી વગેરે તૈયાર કરવામાં આવે છે. દેશોમાં ગૌ સેવકો અને ગૌશાળાની એક મોટી ચેન બની છે. સાથે સાથે ગૌ ઉત્પાદનને માર્કેટ કરવાવાળા પણ હવે મોટી સંખ્યામાં દરેક રાજ્યમાં છે. જે ગૌ ઉત્પાદનોને દુકાન પર વહેંચે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો, યુવકો અને ઉદ્યોગપતિઓમાં ગૌ ઉત્પાદકો પ્રત્યે રુચિ પેદા કરી દીધી છે. હવે આપણી કોશિશ છે કે આ ગૌ ઉત્પાદનનો દરેક ઘરમાં વપરાશ થાય. આ કાર્યક્રમમાં મિત્તલ ખેતાણી(એનિમલ વેલ્ફેર બોર્ડ), રાઘવભાઈ સોમાણી(રાજસ્થાન),મહેન્દ્રભાઈ સંગોઈ(એન્કરવાલા,નૈસરધામ) ,જયેશભાઈ જરીવાલા(આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ), દેવેન્દ્રભાઈ જૈન(સમસ્ત મહાજન, મુંબઈ), રમેશભાઈ ઠક્કર(શ્રીજી ગૌશાળા), ભરતભાઈ સાવલિયા(ગૌ સેવક, સુરત) , દિપકભાઈ ભેડા(થાણે) એ ગ્રામ્ય ઉત્પાદનોની મદદથી લોકોના જીવનમાં બદલાવ લાવવા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી મહેંદીપુર બાલાજી ટ્રસ્ટના પ્રમુખ અર્જુનદાસ અગ્રવાલ, સંજયભાઈ મોડા, સુભાષભાઈ અગ્રવાલ, પ્રેમભાઈ જૈન,અનિલભાઈ ગુપ્તા, રવિન્દ્રભાઈ શાહ, બનવારી ગટ્ટાણી, પૂનમબેન જૈન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.