વઢવાણના શ્રી વર્ધમાન વિદ્યા સમવસરણ તીર્થ – કોઠારીયા ખાતે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે મા.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઊપસ્થિત રહી ઝાલાવાડ રત્ન આચાર્ય ભગવંત પ.પૂ. વિજય જગવલ્લભ સુરીશ્ર્વરજી મહારાજા અને પ.પૂ.આચાર્યદેવ વિજય હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સાહેબ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં..

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી સિમંધર સ્વામી ચોવીશ જિનાલય–શ્રી વર્ધમાન વિદ્યા સમવસરણ તીર્થ–કોઠારીયા, શ્રી વિદ્યાતીર્થ ખાતે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૩૧ પ્રતિમાજીની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૧૦ હજાર થી વધારે જૈનોના મહાસંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પરમાત્માની વાણી આજે ખરેખર આ વિશ્વને અત્યંત આવશ્યક છે. પરમાત્માએ કહેલું કે, પાણી કેમ વાપરવું એ વાત ખરેખર યથાર્થ-ચરીતાર્થ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ગામો ગામ તળાવ ઉંડા કરવા માટેનું અભિયાન કરવાની પ્રેરણા આપતાં દરેક સાંસદોને કહેલું છે કે ૭૫ તળાવ તમો તમારા વિસ્તારમાં કરો. વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહે ઝાલાવાડ રત્ન જૈનાચાર્ય ગુરૂ ભગવંત સુરીમંત્ર સમારાધક ૫.પૂ.જગવલ્લભસૂરિ મહારાજ સાહેબેને કોટી કોટી વંદન કરતા અને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, જે ૬૦૦ કરોડ રૂપીયા પાંજરાપોળ–ગૌશાળાઓને તથા રખડતા પશુઓને ફાળવ્યા છે તે એટલી મોટી દુઆનું કામ કર્યું છે કે ગુજરાતમાં રસ્તે–રખડતા અને ઘાયલ થઈને મૃત્યુ પામતા પશુઓની તમામ દુવિધાઓ હવે તુરંત જ દૂર થશે. સરકાર પૈસા આપવાનું તરત ચાલુ કરે તો આ કામ શરૂ થશે અને એટલી મોટી દુઆ મળશે કે દવા કોઈ દિવસ લેવી નહીં પડે. ધારાસભ્ય તથા સંસદ સભ્યો તો કરશે જ પણ સમસ્ત જૈન સમાજે પણ ૭૫ તળાવના કામ કચ્છમાં શરૂ કરી દીધા છે. સમગ્ર ગુજરાતમાં ૭૫ તળાવના કામ પૂર્ણ કરીને તેનો સંપૂર્ણ રીપોર્ટ/માહિતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સુપ્રત કરી આપીશું તેવી ઘોષણા ગીરીશભાઈ શાહે કરી હતી. આ પ્રસંગે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા સહિતનાં અનેક આગવાનો ઉપસ્થિત રહયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *