આપણા ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનાં પ્રાકૃતિક ખેતીના સંકલ્પને ચરિતાર્થ કરવા શ્રી સહજાનંદ ગૌશાળામાં “ગૌ વિજ્ઞાન કેન્દ્ર”નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, ગાય આધારીત ખેતી, આત્મતીર્ભર ગૌશાળા કઈ રીતે થાય એ અંગે બધી જ માહિતી આપવામાં આવશે. આ “ગૌ વિજ્ઞાન કેન્દ્ર”નું ઉદઘાટન ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, રાષ્ટ્રીય કામધેનું આયોગનાં પૂર્વ ચેરમેન ડૉ વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ તેમજ બાલાજી મંદિરનાં મહંત શા. રાધારમણ દાસજી અને શા. વિવેક સાગર દાસજી, ભાજપનાં અગ્રણી ચેતનભાઈ રામાણી દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં લોધિકાનાં મામલતદાર નવિનભાઈ જોશી, રાજકોટ જિલ્લા પંચાયતનાં ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, લોધિકા તાલુકા પંચાયતનાં ભાજપનાં પ્રમુખ શ્રી મુકેશભાઈ કમાણી, ખીરસરાનાં હાસ્ય રત્ન ધીરુભાઈ સરવૈયા, રા.જી.પનાં મુકેશભાઈ તોગડીયા, લોધિકા તા.પંનાં પૂર્વ પ્રમુખ અનિરુધ્ધસિંહ ડાભી, લોધિકાનાં મહામંત્રી દિલીપભાઈ કુંગસિયા, લોધિકાનાં ધર્મજીવન સ્કુલનાં કપીલભાઇ રાખોલિયા, મેટોડાનાં સરપંચ જેન્તીભાઈ સભાયા, ખીરસરાનાં સરપંચ મુકેશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમ ખીરસરાનાં લોધિકા ગામમાં આવેલી શ્રી સહજાનંદ ગૌશાળામાં યોજાશે. કાર્યક્રમમાં શાસ્ત્રી ભક્તિ પ્રકાશ દાસજી, કાંતિભાઈ મારડીયા દ્વારા સહુ ખેડુતો, આગેવાનો, ગૌ શાળાના સંચાલકો, ગૌ ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે મો. 98242 33729 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.    

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *