• સંસ્થાનાં વિશાળ પરીસરમાં ભવિષ્યમાં ૧૦,૦૦૦ બળદોને પ્રવેશ અપાશે.

સદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો બળદ આપણી સંસ્કૃતિનો વારસો કહેવાય. ઈશ્વરની આવી દુલર્ભ દેન ગૌ વંશ બળદને સદભાવના વૃધ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે. ગુજરાતના કોઈપણ ગામ-શહેર, હાઈવે પર બળદ છુટા, રખડતા, લાચાર–બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ, નિરાધાર જોવા મળે તો તરત જ સદભાવના વૃધ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રીત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ–બિમારીથી કમોતે મરતા ભવિષ્યમાં ૧૦,૦૦૦ જેટલા બળદોને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક, આજીવન, આશરો આપવામાં આવશે. હાલમાં પણ પ૦૦ જેટલા બળદોને સદભાવના બળદ આશ્રમ ખાતે આશરો અપાયો છે. જો કોઈ વ્યકિતને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. સદભાવના બળદ આશ્રમ, છતર ગામ, મોરબી હાઈવે, રાજકોટ ખાતે કાર્યરત છે. આપને જો કોઈ નિરાધાર, રસ્તે રઝડતા, બળદો મળે તો સદભાવના બળદ આશ્રમ ટ્રસ્ટ મો. ૭૬૨૧૦૫૮૯૪૮ પર ફોન કરીને જાણ કરવા યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *