સદભાવના વૃધ્ધાશ્રમ, એનિમલ હેલ્પલાઈન, સ્નેહ ફાઉન્ડેશન સહિત સૌરાષ્ટ્રની અનેકો સંસ્થાઓ, ગૌશાળા-પાંજરાપોળમાં તન, મન, ધનથી સદૈવ સહાયભૂત થતાં પ્રખર સેવાવ્રતી, જીવદયા પ્રેમી વિરેશભાઈ બારાઈ (લંડન) રાજકોટની મુલાકાતે પધાર્યા છે. આપણાં સૌ સાથે તેમનો સ્નેહ સંવાદનું સદભાવના વૃધ્ધાશ્રમ, ‘પીપળીયા ભવન”, સ્વામિનારાયણ ગરકુળ સામે, ગોંડલ રોડ, ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડી–માર્ટ વાળી શેરી, રાજકોટ, રાત્રે ૭-૩૦ કલાકેથી તા.૧૯/૧/૨૦૨૩, ગુરૂવારના રોજ આયોજન કરાયું છે. સાથમાં જ એનિમલ હેલ્પલાઈનનાં અનુદાન સ્વીકાર કેન્દ્રમાં ઉતરાયણનાં પર્વ દરમ્યાન સેવા આપનાર વિવિધ સેવાભાવીઓનું પણ અભિવાદન કરાશે. આ કાર્યક્રમમાં સૌ જીવદયા પ્રેમીઓ સહ પરીવાર, મિત્રવર્તુળ સહીત પધારવા સદભાવના વૃધ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરીયા, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, સ્નેહ ફાઉન્ડેશનનાં યોગેશભાઈ શાહ, અનીતાબેન શાહ સહીતની ટીમે આમંત્રણ પાઠવ્યું છે. આ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *