• હાલમાં 67 શ્વાનો આશ્રય લઇ રહ્યા છે

વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી એટલે શ્વાન. શ્વાન તમામ પ્રકારના જોખમને અગાઉથી અનુભવે છે. પ્રાચીન અને મધ્યયુગના સમયમાં, પહેલાના લોકો કૂતરાઓને પોતાની સાથે રાખતા હતા. જેથી તેઓ જંગલી પ્રાણીઓ, લૂટારાઓ અને ભૂત-પ્રેતથી બચી શકે.વનમાં રહેતા વનવાસી લોકો કૂતરા પાળતા હતા. જેથી તેઓ કોઈપણ પ્રકારના જોખમ પહેલા તે સાવધાન થઈ રહેતા ઋષિ-મુનિઓ પણ કૂતરા પાળતા હતા. આજકાલ પણ લોકો ઘરમાં કૂતરા પાળે છે જેથી તેઓ પોતાના ઘરને ચોરોથી બચાવી શકે. ભારતીય સંસ્કૃતિમાં શ્વાનનું મહત્વ પહેલેથી જ ચાલ્યું આવે છે.

હિન્દુ ધર્મમાં કૂતરાને યમનો દૂત કહેવામાં આવે છે. શ્વાનને હિન્દુ દેવતા ભૈરવ મહારાજનો સેવક માનવામાં આવે છે. શ્વાનને ભોજન આપવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક પ્રકારની આકસ્મિક મુશ્કેલીઓથી રક્ષણ કરે છે. એવું માનવામાં આવે છે કે શ્વાનને ખુશ રાખવાથી તે યમદૂતને પણ તમારી આસપાસ ભટકવા નથી દેતો અને શનિની સાથે સાથે રાહુ-કેતુ સંબધિત દોષો પણ કૂતરાને તેલમાં ચપટી રોટલી ખાવડાવાથી દૂર થઈ શકે છે. રાહુ -કેતુના , કાલસર્પ યોગથી પીડિત લોકો માટે આ ઉપાય ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કાળો શ્વાન જ્યાં હોય ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. શ્વાન એ આપણી આસપાસ ચોમેર હોય છે. આપણા પરિવારનો જ એક હિસ્સો હોય છે. કમનસીબે શ્વાનો અકસ્માતમાં ઘવાઈને,બીમાર પડીને, ઉમરને કારણે લાચાર બની જતા હોય છે. એવા નિ:સહાય, લાચાર શ્વાનો માટે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘સદભાવના શ્વાન આશ્રમ ની શરૂઆત કરવામાં આવી છે. અહી ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલિસીસવાળા,  કમર ભાંગેલા ,ફ્રેકચરવાળા, અંઘ, અપંગ શ્વાનો ને કાયમી આશરો મળશે તેમજ તેમને જરૂરી સારવાર,સુવીધાઓ મળશે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર,વેકસીનેશન,ઓપરેશન વગેરે કરવામાં આવશે અને એક પરિવારના સભ્યની જેમ નિર્વાહ કરવામાં આવશે. પ્રથમ તબક્કે 500 શ્વાનોને આશરો અપાશે. હાલમાં 67 શ્વાનો આશ્રય લઇ રહ્યા છે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્વાન આશ્રમ, જામનગર રોડ,ખંઢેરિ સ્ટેડિયમની સામે. ગારડિ કોલેજ ની બાજુમાં,રાજકોટ (મો. 74859 22224)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *