- સમસ્ત મહાજન દ્વ્રારા “સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર એમ્બ્યુલન્સની જરૂરીયાત” ના વિષય પર ગીરીશભાઈ શાહનો વેબીનાર.
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા “સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર એમ્બ્યુલન્સની જરૂરીયાત” વિષય પર તા.૧૨/૧૦/૨૦૨૨ ને બુધવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે રાષ્ટ્રીય વેબીનાર યોજાશે. જેમ મનુષ્યોને સારવારની જરૂર પડે છે તેમ પશુ-પક્ષીઓને પણ સારવારની જરૂર પડે છે. ખાસ કરીને પશુ–પક્ષીઓને પોતાની વાણી ન હોય તેઓ પોતાની બીમારી, વૃધ્ધાવસ્થા, પીડા વિગેરે અન્ય કોઈને વ્યકત કરી શકતા નથી કે કોઈ ને જાણ કરી શકતા નથી. જેના હિસાબે દર વર્ષે લાખોની સંખ્યામાં અબોલ પશુ-પક્ષીઓ પૂરતી સારવારના અભાવે મૃત્યુ પામતા હોય છે. નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા, સ્થળ ઉપર સારવારની એમ્બ્યુલન્સ સાથેની અને નિષ્ણાંત ડોકટરોની ટીમ સાથેની વ્યવસ્થા જો સમગ્ર ભારતમાં થઈ જાય તો દર વર્ષે લાખો-કરોડો અબોલ પશુ-પક્ષીઓનું જીવન બધા સાથે મળીને બચાવી શકીએ. આ વિષય પર પરંતુ સામાજીક દૃષ્ટિકોણથી તેમજ તબીબી દૃષ્ટિકોણથી માર્ગદર્શન આપવાનો પ્રયાસ આ વેબીનારમાં કરવામાં આવશે. જેમાં મુખ્ય વકતા તરીકે ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ માર્ગદર્શન આપશે. તથા પ્રખર જીવદયા પ્રેમીઓ દેવેન્દ્ર જૈન(મુંબઇ-વાપી), પરેશ શાહ(મુંબઈ), પ્રતિક સંઘાણી(રાજકોટ), રવીન્દ્ર જૈન (રાજસ્થાન), ડો. નિકુંજ પીપળીયા (રાજકોટ) પોતાનું વકતવ્ય આપશે. આ વેબીનારનું સંચાલન એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર http://www.facebook.com/samastmahajan9 અને https://www.facebook.com/animalhelplinekarunafoundation પર લાઈવ નિહાળી શકાશે. આ વેબીનાર અંગેની વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહ (મો.૯૮૨૦૦ ૨૦૯૭૬), મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
આ વેબીનારને સફ્ળ બનાવવા માટે સમસ્ત મહાજનના કુમારપાળ શાહ, રમેશભાઈ ઠકકર, ધિરેન્દ્રભાઈ કાનાબાર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
