- ગૌ સર્વદેવમયી અને વેદ સર્વગૌમય છે – સ્કંદ પુરાણ
- જો આપણે ગાયોની રક્ષા કરીશું તો ગાય આપણી રક્ષા કરશે – પંડિત મદન મોહન માલવિયાજી
પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે. કહેવાતું હતું કે આપણા દેશમાં દુધની ગંગાઓ વહેતી હતી. ગાયનું દુધ અનમોલ તો હોય જ છે પણ તેમાં પણ ગીર ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે, પણ આધુનીકીકરણને કારણે સાત્વિકતા ઘટતી જાય છે ને ગાયોની ઉપેક્ષા વધતી જાય છે. વેદપુરાણોમાં ગાયને કામધેનું કહેવાય છે કેમ કે તે મરે ત્યાં સુધી દૂધ આપતી રહે છે. ગાયનાં દૂધનાં અનેક ફાયદાઓ છે જેનો આધાર પણ વૈજ્ઞાનિક છે. વૈદિક પરંપરાઓમાં, ગાયને દૈવી માતા, ગૌમાતા તરીકે આદરવામાં આવતી હતી અને જે આરોગ્ય, જ્ઞાન અને સમૃદ્ધિ આપે છે. સંસ્કૃતમાં, “ગો” શબ્દનો અર્થ “પ્રકાશ” પણ થાય છે. ભગવાન કૃષ્ણએ ભગવદગીતામાં કહ્યું છે કે, ‘ધેનુનામસિમ’ એટલે કે ગાયોમાં હું કામધેનું છું. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે ગૌ સર્વદેવમયી અને વેદ સર્વગૌમય છે. ગુરુ ગોવિંદસિંહજીએ સદાય ગૌમાતાઓનું દુઃખ મટાડવાની ઈચ્છા પ્રગટ કરી હતી. બાળ ગંગાધર તિલકે કહ્યું હતું કે મને મારી નાખો તો ચાલશે પણ ગાય પર હાથ ન ઉગામો. રામચંદ્ર ‘બીર’ એ ગૌહત્યા પર રોક લગાવા માટે 70 દિવસો સુધી નિર્જળ ઉપવાસ કર્યો હતો. પંજાબ કેસરી મહારાજ રણજીત સિંહે પોતાના શાસન દરમિયાન ગૌહત્યા પર પ્રતિબંધ મુક્યો હતો. ઈસા મસીહ જણાવે છે કે એક ગાયને મારવું એક મનુષ્યની હત્યા કરવા સમાન છે. જો પશુનાં રૂપમાં મારો જન્મ થાય તો હું બાબા નંદની ગાયો વચ્ચે જન્મ લઉં એવી ઈચ્છા પ્રસિદ્ધ મુસ્લિમ સંત રસખાને વ્યક્ત કરી હતી. મદન મોહન માલવિયાજીની ઈચ્છા હતી કે ભારતીય સંવિધાનમાં સૌથી પહેલી ધારા ગૌવંશ હત્યા નિષેધની બને. પંડિત મદન મોહન માલવિયાજીએ જણાવ્યું છે કે, “જો આપણે ગાયોની રક્ષા કરીશું તો ગાય આપણી રક્ષા કરશે.” મહર્ષિ અરવિંદજીએ કહ્યું છે કે ગૌ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની દાતા છે કારણ કે તે કામધેનું છે. ત્રિજટ બ્રાહ્મણે શ્રી રામને વનવાસ પહેલા ગાયો દાન આપી હતી. ગાયથી પ્રાપ્ત થતા પંચગવ્યનું પણ ઘણું મહત્વ છે. રુસમાં ગાયનાં ઘી થી હવન કરીને પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગોબર ગેસ પ્રાપ્તિ પછી વધેલા પદાર્થોનો ઉપયોગ ખેતી માટે જૈવિક ખાતર બનાવવા માટે થાય છે10 ગ્રામ ગાયનાં ઘી થી યજ્ઞ કરવાથી 1 ટન ઓક્સિજનની પ્રાપ્તિ થાય છે. ગાયનાં ગોબરથી જ શિવજીનાં પ્રિય બિલીપત્રની ઉત્પતિ થઈ હતી. ગાયની પીઠ પર સર્વ રોગનાશક અને સર્વ વિષનાશક સૂર્યકેતુ નાડી આવેલી હોય છે. દેશી ગાયનાં ગોબરમાં 300 કરોડ જેટલા જીવાણુંઓ હોય છે. ગાયનાં દુધમાં 200% કેલ્શિયમ, 150% ફોસફરસ, 20% લોહતત્વ, 50% ગંધક, 50% પોટેશિયમ, 10% સોડીયમની પ્રાપ્તિ થાય છે. ગાયનાં દુધમાં વિટામીન C, A અને D હોય છે. ગૌવંશીય અધિનિયમ – 1995 અંતર્ગત 10 વર્ષની જેલ અને 10,000 રૂપિયા સુધીનું દંડ કરવામાં આવે છે. કતલખાને જઈ રહેલી ગાયને છોડાવી તેના પાલનપોષણની વ્યવસ્થા કરવાથી મનુષ્યોને ગૌ યજ્ઞ કરવાનું ફળ મળે છે. ગૌધન એ સમગ્ર વિશ્વને દરેક રીતે ઉપયોગી છે.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)