
રાજકોટના આંગણે રેસકોર્સ ગ્રાઉન્ડ પર તારીખ તા. 24 મે થી 28 મે 2023, ના રોજ “GAU TECH – 2023” નામથી GCCI ના માધ્યમથી ગૌ આધારિત ઔધ્યોગિક પ્રદર્શન અને ઇન્વેસ્ટમેન્ટ સમિટ નું આયોજન થઈ રહ્યું છે. સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહ તથા રાષ્ટ્રીય પદાધિકારીઓ રાજકોટ ખાતે યોજનાર તા. ૨૪ મે થી ૨૮ મે દરમ્યાન યોજનાર ગૌટેકની મુલાકાતે આવશે. વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ અને સાથી ટીમનાં માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્વારા અનેકવિધ સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે.