વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી . ગિરીશભાઈ શાહની સાથેનાં પ્રતિનિધિ મંડળમાં એનિમલ વેલ્ફેર બોર્ડના મિતલ ખેતાણી, ધીરેન્દ્રભાઈ કાનાબાર, હેમેન્દ્રભાઈ દફતરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુલાકાત પ્રસંગે ભુજમાં ચાલી રહેલા ઉમાસર તળાવનાં શુદ્ધીકારણ, ગુજરાત કક્ષા એ જીવદયા- ગૌસેવાની વિવિધ બાબતો તેમજ પ્રશ્નો, સહિતના અને માનવતાનાં વિષયો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અંગે વાતચીત કરવામાં આવી.  ગુજરાતની તમામ પાંજરાપોળ ગૌ શાળાઓને દૈનિક ગ્રાન્ટ મળવાની શરૂઆત તાત્કાલિક અસરથી થાય તે દિશામાં પણ શ્રીમતી નિમાબેનને ગુજરાત સરકાર પાસે ઝડપ કરાવવા વિનંતી કરવામાં આવી હતી. મુલાકાતના અંતે ડો નિમાબેન દ્વારા આગ્રહપૂર્વક પોતાના ઘરે ચૌવિહાર કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. માતૃભાવનાથી કરાવવામાં આવેલી ચૌવિહાર અને તેમના મુલાકાત બદલ સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ,મિતલ ખેતાણીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *