વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ આજે રાજકોટની શુભેચ્છા મુલાકાતે આવનાર છે. જીવદયા, ગૌ સેવા, પર્યાવરણ સંદર્ભે તેમનું માર્ગદર્શન મેળવવા એક ખાસ મીટીંગનું આયોજન શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા તા. ૧૮ સપ્ટેમ્બર, શનીવારે સાંજે ૭-૩૦ કલાકે (સમયસર), હોટલ ભાભા, જવાહર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે રામભાઈ મોકરીયા (સાંસદ–રાજયસભા) અને જયોતીન્દુભાઈ મહેતા, ચંદુકાંતભાઈ શેઠ, અમીનેશભાઈ રૂપાણીની ખાસ પ્રેરક ઉપસ્થિત રહેશે. જીવદયા પ્રેમીઓને મિત્રવર્તુળ સાથે પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય યજમાન રમેશભાઈ ઠકકર તથા ધર્મેશભાઈ કક્કડ રહેશે.
આ કાર્યક્રમની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩), ઘનશ્યામભાઈ ઠકકર, ધીરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *