ભારતમાં ગાયને માતા કહેવાય છે. ગૌધનથી મોટું કોઈ ધન નથી. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. ગાયો પવિત્ર હોય છે, એના શરીરને સ્પર્શ કરનારી હવા પણ પવિત્ર હોય છે. ગાયનાં છાણ-મૂતર પણ પવિત્ર હોય છે. છાણ દ્વારા લીપેલાં ઘરોમાં પ્લેગ, કોલેરા વગેરે જેવા ભયંકર રોગો થતા નથી. યુદ્ધનાં સમયે ગાયનાં છાણથી લીપેલાં મકાનો પર બોંબની પણ એટલી અસર થતી નથી જેટલી સિમેન્ટ વગેરેથી બનાવેલાં મકાનો પર થાય છે. ગાયનાં છાણમાં ઝેર ખેંચી લેવાની વિશેષ શક્તિ હોય છે.
સમસ્ત મહાજન અને કામધેનુ દીપાવલી અભિયાન-2021ની ટીમ મિત્તલ ખેતાણી, ગૌ પ્રેમી એડવોકેટ ડો. માધવ દવે, યોગેશ પાંચાણી, અજીતભાઈ ભીમજીયાણી, પ્રતિક સંઘાણીએ કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પુરુષોતમ રૂપાલાજીને ગાયના ગોબરમાંથી બનાવેલા ગૌમય દીવા અર્પણ કરાયાં હતા.રૂપાલાજીએ આ દિવાળીએ તમામ ભારતીયોને ગાયના છાણથી બનેલા દીવાનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.સાંસદ મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુભાઈ ધ્રુવ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં દેશી કુળની ગાયોના ગોબરમાંથી બનાવેલા ૧૦૦ કરોડ દીવા પ્રજ્વલલિત કરવાનો સંકલ્પ કામધેનુ દિપાવલી અભિયાન અંતર્ગત સંકલ્પ લેવાયો છે. ચાઇનીઝ અને રસાયણો ધરાવતા હાનિકારક દીવાઓનો ઉપયોગ બંધ કરીને ઇકો ફ્રેન્ડલી અને ગૌ મય દીવાનો ઉપયોગ કરવા સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહે અપીલ કરી છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *