વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ‘આપણું ગામ, ગોકુળગામ’ યોજના અંતર્ગત ગ્રામ સ્વાવલંબન માટે પ્રયાસો થાય છે. ગ્રામ સ્વાવલંબનનો પાયો છે ગૌચર વિકાસ, જળસંરક્ષણ અને વિશાળ પાયે દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, ગૌચર વિકાસમાં ગામનું ગૌચર ગાંડા બાવળથી મુકત થાય અને ઘાસચારાથી ગામના અબોલ જીવોને શાતા મળે. જળસંરક્ષણ અંતર્ગત ગામના તમામ નદી, નાળાં, તળાવ, ગાંડા બાવળ મુકત થઈ ચોખ્ખાં અને ઉંડા થાય. વરસાદનું ટીપેટીપું ગામમાં જ સચવાઈ જાય. દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, પક્ષીને ચણ મળે, પશુને છાંયો મળે, જમીનને ભેજ મળે, વરસાદ પણ ખેંચીને લાવે. વડ, પીપળ, આંબો, આંબલી, લીમડો, જાંબુ, ઉંબરો, અર્જુન, કરંજ જેવાં દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરી, તેને ત્રણ વર્ષ પ્રેમપૂર્વક ઉછેરી મોટાં કરવાની સંપૂર્ણ જવાબદારી સમસ્ત મહાજન અને સદભાવના વૃધ્ધાશ્રમ ઉપાડશે.

જે અંતર્ગત સમસ્ત મહાજન દ્વારા ‘આપણું ગામ, ગોકુળ ગામ” યોજના અંતર્ગત ડીસના નેંસડા જુના ખાતે સદભાવના વૃધ્ધાશ્રમ અને જુના નેંસડા જૈન સંઘના સંયુકત ઉપક્રમે જુદી જુદી જાતના ૧૬૦૦ જેટલા વૃક્ષનું ટી–ગાર્ડ સાથે વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેતુભા એમ. રાઠોડ (સરપંચશ્રી), દિનેશસિંહ રાઠોડ (ઉપસરપંચશ્રી), વિપુલસિંહ, સુરપાલસિંહ, અમરસિંહ રાઠોડ તેમજ ગામના યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

સમસ્ત મહાજનની પ્રવૃતિઓ અંગેની વિશેષ માહિતી માટે ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા ની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *