
સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ (મોઃ ૯૮૨૦૦ ૨૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના આઠ દિવસીય, નિવાસી, પ્રવાસી, સંમેલનનું તા. 10 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.11નાં રોજ નાગપુર ખાતે જીવદયા સંમેલનમાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં ચેરમેન ઓ. પી, ચૌધરીજી ઉપસ્થિત રહીને ભારત ભરની ગૌ શાળા પાંજરાપોળનાં ટ્રસ્ટીઓ સાથે રહેશે તેમજ ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય જેવા વિષયો પર માર્ગદર્શન આપશે.
વિશેષ માહિતી માટે ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬), દેવેન્દ્રભાઈ જૈન (મો.૯૮૨૫૧ ૨૯૧૧૧), અને મિતલ ખેતાણી (મો: ૯૮૨૪૨ ૨૧૯૯૯)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.